(એજન્સી) પેલેસ્ટીન,તા.૧૧
આર્જેન્ટિનાએ પેલેસ્ટીની બાળકોની માંગ પર ગેરકાયદેસર કબ્જા હેઠળના બૈતુલ મુકદ્દસમાં ઈઝરાયેલ સાથે મિત્રતારૂપ ફૂટબોલ મેચ રદ કરી દીધી છે.
આર્જેન્ટિના અને અતિક્રમણકારી જાયોની શાસનની ફૂટબોલ ટીમ વચ્ચે ગેરકાયદેસર અધિકૃત પેલેસ્ટીની ક્ષેત્રમાં બનાવેલ સ્ટેડિયમમાં મિત્રતા મેચના સમાચાર આવ્યા બાદ પેલેસ્ટીની બાળકોએ વિરોધ દર્શાવ્યો હતો અને વિશ્વ વિખ્યાત ફૂટબોલ ખેલાડી લિયોનલ મેસ્સી અને આર્જેન્ટિનાની ફૂટબોલ ટીમને મેચ નહીં રમવા માંગ કરી હતી.
પેલેસ્ટીની બાળકોએ આર્જેન્ટિના ટીમના ખેલાડીઓને ખાસ કરીને મેસ્સીને સંબોધીને એક પત્ર લખ્યો હતો. આ પત્રમાં જણાવાયું કે તમે અમારા બરબાદ ગામોની જમીન પર બનાવેલ સ્ટેડિયમમાં મેચ રમનાર છો જેના પર અમારી ખુશીઓ અશ્રુમાં તબદીલ થઈ અને અમારા હૃદય ભગ્ન થયા કે અમારા પ્રિય ખેલાડી મેસ્સી અમારા પૂર્વજોની કબરો પર બનેલ સ્ટેડિયમમાં મેચ રમવા જઈ રહ્યા છે. આ એ પરિવારના બાળકો છે જેમની જમીનો છીનવી લઈને એ જમીન પર સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે. પેલેસ્ટીની બાળકોએ ભાવુક પત્રમાં લખ્યું કે આવો, અલ્લાહ તઆલાથી દુઆ કરીએ કે મેસ્સી અમારા હૃદયને તોડશે નહીં. આ પત્ર ૭૦ પેલેસ્ટીની બાળકોના હસ્તાક્ષર હતા અને પેલેસ્ટીનને કબ્જો કર્યાને પણ ૭૦ વર્ષ થઈ ચૂક્યા છે. જણાવી દઈએ કે ફૂટબોલ વર્લ્ડ કપથી પહેલા ૯ જૂનના રોજ આર્જેન્ટિના અને ઇઝરાયેલ વચ્ચે વોર્મઅપ મેચ રમાવવાની હતી પરંતુ પેલેસ્ટીની બાળકોની અપીલને પગલે આ મેચ રદ થઈ ગઈ. આર્જેન્ટિનાના ફૂૂટબોલર હેન્ગોવેઈને કહ્યું કે, તેમણે મેચ રદ કરવાનો નિર્ણય કર્યો છે.