(એજન્સી) તા.ર૭
પોતાના વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતા ભાજપના પ.બંગાળ એકમના પ્રમુખ દિલીપ ઘોષે શુક્રવારે કહ્યું હતું કે તેમની પાર્ટી લોકોને મુશ્કેલી ઉભી કરવા દે છે. કારણ કે મીડિયાને સમાચારોની જરૂર હોય છે. પૂર્વ મિદનાપોર જિલ્લાના કોન્તાઈ ખાતે એક રેલીને સંબોધતા પહેલા સ્થાનિક પાર્ટી ઓફિસે મીડિયા કર્મીઓ સાથે વાત કરતા ઘોષે આ ટિપ્પણી કરી હતી. ઘોષે કહ્યું હતું કે તૃણમુલ કોંગ્રેસ મુશ્કેલી ઉભી કરશે. અમે પણ મુશ્કેલી ઉભી કરીશું. આ જ બંગાળના રાજકારણની લાક્ષણિકતા છે અમે દરેક બાબત માટે તૈયાર છીએ. તમે પત્રકારો હંમેશા સમાચારો શોધો છો એટલે જ અમે લોકોને મુશ્કેલી સર્જવા દઈએ છીએ. ઘોષના રાજકીય વિરોધીઓએ આ ટિપ્પણી બદલ તેમની ટીકા કરી હતી. બંગાળ સરકારમાં મંત્રી અને તૃણમુલ નેતા તપસ રોયે કહ્યું હતું કે બધા જ રાજયોના લોકોએ ભાજપનો અસ્વીકાર કર્યો છે. તેઓ હિંસા વડે બંગાળ પર નિયંત્રણ સ્થાપવા માગે છે ઘોષ બંગાળની રાજકીય સંસ્કૃતિ વિશે જાણતા નથી. સીપીઆઈ (એમ)ના ધારાસભ્ય સુજન ચક્રબોર્તીએ કહ્યું હતું કે ઘોષ સનસની ફેલાવવા માટે મુર્ખની જેમ વાતો કરી રહ્યા છે. લોકો આ પ્રકારના રાજકારણને સ્વીકારતા નથી.
બંગાળ ભાજપના પ્રમુખે નવો વિવાદ ઊભો કર્યો અમે લોકોને મુશ્કેલી ઊભી કરવા દઈએ છીએ

Recent Comments