અમરેલી,તા.ર૬
ભારતને સહકારી ક્ષેત્રનું મોડેલ બનાવવા, પારદર્શકતા લાવવા, રોજગારીની વિપુલતકો સર્જવા અને ખેડૂતોને સારા ખાતરો પુરા પાડવા જેવી બાબતોને આવરી સહકારી ક્ષેત્રએ સ્પર્ધાત્મક અભિગમ અપનાવવા અને દેશનું સહકારી માળખુ સુદ્રધ બનાવવા આત્મવિશ્વાસભરી હાકલ દિલ્હી ખાતે ભારતીય રાષ્ટી્રય સહકારી સંઘ આયોજિત વૈકુંઠ મહેતા વ્યાખ્યાનમાળામાં બોલતા મહામહિમ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ જણાવેલ હતું. વૈકુંઠ મહેતા વ્યાખ્યાનમાળામાં ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણી, કેન્દ્રીય કૃષિમંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત, એન.સી.યુ.આઈ.ના ડો.ચંદ્રપાલસિંહ યાદવ, ડો.બિજેન્દ્રસિંહ, વાઘજીભાઈ બોડા, બલવિંદરસિંહ નઈક સહિત દેશભરના સહકારી આગેવાનો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.