(એજન્સી) તા.૧૯
ન્યૂયોર્ક યુનિવર્સિટી ખાતે માનવશાસ્ત્ર વિભાગના પ્રો.દીના એમ. સિદ્દીકી માટે ભારતમાં મસ્લિમો માટે અવાજ બુલંદ કરતી શાહીનબાગની મહિલાઓમાં પરિવર્તન આવ્યું છે. દ.એશિયામાં નારીવાદ અને લૈંગિક બાબતોના નિષ્ણાત દીના સિદ્દીકીએ જણાવ્યું હતું કે અવમૂલ્યન એ બાબતનું થયું છે કે ભારતમાં મુસ્લિમો શું વિચારે છે અને કોને અગ્રીમતા આપે છે એ ચીલાચાલુ લોકોનો સંપર્ક કરવામાં આવે છે.
મારું માનવું છે કે આ જમાનો હવે ગયો છે. આ મહિલાઓ શું કરવું જોઇએ અને પોતે શું ઇચ્છે છે એ બાબતે ખૂબ જ વાચાળ છે. સમસ્યારૂપ નાગરિકતા કાયદા પર નરેન્દ્ર મોદીની સરકાર અને સંસદને પડકારનાર શાહીનબાગની મુસ્લિમ મહિલાઓ હવે દ.દિલ્હીના શાહીનબાગ ખાતે ધરણા પર બેસીને એવી માગણી કરી રહી છે કે સીએએ રદ કરવામાં આવે કે જેમાં ભારતીય નાગરિકતા આપવા માટે ધર્મને આધાર બનાવવામાં આવ્યો છે.
એનઆરસી સાથે જોડવામાં આવે તો સીએએ ભારતીય મુસ્લિમો સામે ભેદભાવ દાખવે છે. તમામ વયની મહિલાઓ ધરણા પર બેસીને ગીતો ગાય છે, સૂત્રો પોકારે છે, રાત્રે પણ જ્યારે તાપમાન ૨ ડિગ્રી સે. સુધી ગગડી જાય છે ત્યારે પણ આ મહિલાઓ અડીખમ બેસીને ધરણા કરી રહી છે. તેમણે દેશભરના શહેરોમાં સીએએ વિરોધી દેખાવોનું નેતૃત્વ સંભાળવા માટે અન્ય મહિલાઓને પણ પ્રેરણા આપી છે. આ અભૂતપૂર્વ ધરણા એ ભારતમાં મુસ્લિમ મહિલાઓની અધિકારીતા અંગે ચર્ચા છેડી છે. દીના સિદ્દીકી કહે છે કે ભારતમાં મુસ્લિમ મહિલાઓ માટે આ એક અભૂતપૂર્વ આગેકદમ છે. મુસ્લિમ મહિલાઓની ચળવળ અને અન્ય ચળવળ માટે આ આશાના કિરણ સમાન છે. હવે મોટા ભાગની ભારતની મુસ્લિમ મહિલાઓ એક વાત સમજી ગઇ છે કે અત્યાર ેનહીં તો ક્યારેય નહીં એ સિદ્ધાંત પર મુસ્લિમ મહિલાઓની શાહીનબાગ ચળવળ ચાલી રહી છે. આ ચળવળને કારણે મુસ્લિમ મહિલાઓનો અવાજ કદાચ કાયમ માટે બદલાયો છે એવું એક મુલાકાતમાં દીના સિદ્દીકીએ જણાવ્યું હતું. ધાર્મિક દીના સિદ્દીકીએ જણાવ્યું હતું કે હવે ભારતના મુસ્લિમો માટે વાતો કરતા ધાર્મિક પુરુષો અને રાજકારણીઓની ઇજારાશાહી તૂટી ગઇ છે.