અમદાવાદ,તા.ર૭
પાસના પૂર્વ સભ્ય દિનેશ બાંભણિયાએ પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે સામે ગંભીર આક્ષેપો કર્યા છે. બાંભણિયાએ આક્ષેપ કર્યો છે કે હાર્દિક પટેલનું ઉપવાસ આંદોલન રાજકીય ષડયંત્ર હતું ઉપરાંત પ૦ હજારની મિલકત વસિયતમાં બતાવનારા હાર્દિકે બેંગ્લોરમાં લાખોના ખર્ચે સારવાર કરાવી પબમાં ડાન્સ કર્યો. તદઉપરાંત હાર્દિકનું જેડીયુ સાથે કરેકશન છે, હાર્દિક ગુજરાતમાં થર્ડ ફ્રન્ટ ઉભો કરવા માગે છે.
પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ પાસ કન્વીનર અને સાથી એવા હાર્દિક પટેલ પર ગંભીર આરોપ લગાવ્યા છે. એક પત્રકાર પરિષદ યોજી દિનેશ બાંભણિયાએ જણાવ્યું કે, પાટીદારોને અનામત અપાવવા મુદ્દે શરૂ થયેલું આંદોલન આજે ફંટાઇ ગયું છે,હાર્દિક રાજકીય લાભ લઇ રહ્યો છે, હવે અનામતની વાત કરતો નથી અને જેલમાં બંધ અલ્પેશ કથિરિયાને છોડાવવા કોઇ જ પ્રયાસ કર્યા નથી.માત્ર એટલું જ નહીં તેણે બેંગાલુરૂ જઇને લાખો રૂપિયાના ખર્ચે જલસા કર્યા છે. હાર્દિકે ઉપવાસ આંદોલન દરમિયાન જ બેંગાલુરૂ જવા માટે બુકિંગ કર્યું હતું. આ બુકિંગથી સ્પષ્ટ થાય છે કે ઉપવાસ આંદોલન રાજકીય હતું.હાર્દિકે બેંગાલુરૂમાં ૫૦ હજાર રૂપિયાના ખર્ચે મસાજ કરાવ્યો હતો અને જિંદાલ હોસ્પિટલમાં ૩.૬૦ લાખ રૂપિયા ખર્ચ પેટે આપ્યા હતા. કિડનીની સારવારના નામે દિલ્હી ગયેલા હાર્દિકે પબમાં ડાન્સ કર્યો હતો. વધુમાં
દિનેશ બાંભણિયાએ જણાવ્યું કે, આંદોલનની શરૂઆતમાં અમે પાંચ મિત્રોએ સાથે મળી લડત શરૂ કરી હતી, હાર્દિકને જવાબદારી સોંપવામાં આવી હતી, પરંતુ, તેણે સમાજ સાથે દગો કર્યો છે, તે ગુજરાતમાં કોંગ્રેસ કે ભાજપ સિવાય અન્ય પાર્ટીને ફાયદો કરાવવા માટે આંદોલન ચલાવી રહ્યો છે. હાર્દિક પટેલનું ઉપવાસ આંદોલ, માત્ર નાટક હતું, હાર્દિક પાછળ નીતિશ કુમારની ત્નડ્ઢેં સરકાર બેફામ પૈસા વાપરી રહી છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, ૨૨ સપ્ટેમ્બર, ૨૦૧૮ના રોજ બેંગાલુરૂ ખાતે ૭.૨૫ થી ૯.૧૫ વચ્ચે ત્નડ્ઢેંના પ્રશાંત કિશોર સાથે મીટિંગ ચાલે છે. હોટેલ ઈરોસ-નહેરુ પેલેસમાં મીટિંગ થઇ હતી, જેમાં ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ સિવાય અન્ય પાર્ટીને ફાયદો થાય તે માટે સેટિંગ થયું હતું. દિલ્હીથી આવ્યા બાદ હાર્દિક સાથે એવી પણ વાત થઇ કે અનામત અંગે વાત કરવી નહીં.
આ ઉપરાંત દિનેશ બાંભણિયાએ આરોપોની સાથે કેટલાક ડોક્યુમેન્ટ તથા પોતે કરેલું સોગંદનામું પણ પત્રકારો સમક્ષ રજૂ કરતા જણાવ્યું કે, ગુજરાતમાં ચાલતા પાટીદાર અનામત આંદોલનના કન્વીનર અલ્પેશ કથિરિયાની જેલ મુક્તિ માટે તારીખ ૧૫-૧૧-૨૦૧૮થી સુરત ખાતેથી મૌન યાત્રા કાઢવામાં આવશે, જ્યાં સુધી અલ્પેશની મુક્તિ ન થાય ત્યાં સુધી આ આંદોલન ચાલુ જ રહેશે.
દિનેશ બાંભણિયાએ જણાવ્યું કે, પાટીદાર અનામત આંદોલન શરૂ થયું ત્યારે સમિતિની રચના કરવામાં આવી અને હાર્દિક પટેલને મુખ્ય કન્વીનર બનાવ્યો હતો, ત્યારબાદ આંદોલનમાં ૧૪ યુવાનો શહીદ થયા હજારો યુવાનો પર રાજદ્રોહ સહિતનો આરોપ લાગ્યો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ આંદોલન નબળું પડી ગયું હતું. અચાનક હાર્દિકે માલવણ ખાતે મહાપંચાયત બોલાવી જેમાં ભાજપના નેતાઓ ખાસ કરીને જીતુ વાઘાણીને પણ આમંત્રણ આપવામાં આવ્યું, ત્યારે ભાજપ સાથેનું તેનું કનેક્શન સામે આવ્યું હતું. આ સમગ્ર વાત અંગે હાર્દિકે કમિટીને અંધારામાં રાખી હતી.