(એજન્સી) નવી દિલ્હી, તા.૧
સુપ્રીમ કોર્ટમાંથી નિવૃત્ત થનાર સીજેઆઈ દીપક મિશ્રાએ પોતાના વિદાય સમારંભમાં કહ્યું ભારતીય ન્યાયતંત્ર અનેક હુમલાઓ થવા છતાંય અડીખમ રહ્યો છે. આપણું ન્યાયતંત્ર દુનિયામાં સૌથી વધુ મજબૂત ન્યાયતંત્ર છે. એમની પાસે માથું ભમી જાય એટલા કેસો સાચવવાની ક્ષમતા છે. મિશ્રા રજી તારીખે નિવૃત્ત થવાના છે પણ તે દિવસે જાહેર રજા હોવાથી એમનો છેલ્લો કામનો દિવસ હતો. પ્રણાલિકા મુજબ દીપક મિશ્રાએ આજે પોતાના અનુગામી જજ રંજન ગોગોઈ સાથે બેંચ ઉપર હતા. જજ ગોગોઈ ત્રીજી ઓક્ટોબરે નવા સીજેઆઈ તરીકે સોગંદ લેવાના છે. જજ દીપક મિશ્રા કોર્ટમાં થોડા જ સમય માટે આવ્યા હતા જ્યારે એ બેંચ ઉપર હતા ત્યારે વકીલે એક ગાયનથી એમને વિદાય આપી ‘તુમ જીઓ હજારો સાલ…’ પણ મિશ્રાએ એને અટકાવતા કહ્યું કે અત્યારે હું તમને મારા હૃદયની કહીશ પણ સાંજે મારા મગજથી કહીશ એ માટે સાંજે આવજો. દીપક મિશ્રાનો વિદાય સમારંભ સાંજે કોર્ટ પરિસરમાં યોજાયો હતો. એમની સાથે એમના અનુગામી રંજન ગોગોઈ પણ હતા. ગોગોઈએ દીપક મિશ્રાના વખાણ કરતા કહ્યું “જજ દીપક મિશ્રા એક નોંધપાત્ર જજ છે જેમનું મોટું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે. મિશ્રાએ એમના પછી કહ્યું ‘ન્યાય સમક્ષ માનવીય ચહેરો હોવો જોઈએ ઈતિહાસ ક્યારે દયાળું હોય ત્યારે નહીં પણ હોય. હું કોઈ વ્યક્તિને એના પૂર્વ ઈતિહાસથી નથી મૂલવતો પણ એમના કૃત્યો, એમની ભાવનાઓથી મૂલવું છું. વિક્ષેપ પાડનારા પરિબળોથી પણ ન્યાય મેળવી શકાય છે. ન્યાયને સમતોલન રાખવું જોઈએ. ન્યાયની દેવીની આંખો ઉપર કાળી પટ્ટી બાંધવામાં આવેલ છે જેનો અર્થ એ તટસ્થ છે. ગરીબ વ્યક્તિના આંસુઓ પણ ધનિકના આંસુઓ જેવા જ હોય છે. આંસૂઓ આંસૂઓ જ છે.