(એજન્સી) નવી દિલ્હી, તા.૧૮
સુપ્રીમકોર્ટના જજ જસ્તી ચેલમેશ્વરનો આજનો દિવસ કામકાજનો છેલ્લો દિવસ હતો. જજ આમ તો રરમી જૂને નિવૃત્ત થવાના છે પણ સોમવારથી ઉનાળુ વેકેશન શરૂ થવાનું છે અને રજી જુલાઈએ શરૂ થશે. એ દરમિયાન એ નિવૃત્ત થઈ જશે એ માટે આજે એમનો છેલ્લો દિવસ નિર્ધારિત કરાયો હતો. અટકળોની વિરૂદ્ધ આજે એ સીજેઆઈ દીપક મિશ્રા સાથે સુપ્રીમકોર્ટમાં બેંચમાં બેઠા હતા. સુપ્રીમકોર્ટમાં પ્રથા રહી છે કે જે જજ નિવૃત્ત થાય છે એ છેલ્લા દિવસે સીજેઆઈ સાથે બેંચમાં બેસે છે. જો કે, જજ ચેલમેશ્વરે એમના માનમાં યોજાનાર વિદાય સમારંભમાં હાજર રહેવાનો ઈન્કાર કર્યો હતો તેથી અટકળો મૂકાતી હતી કે આજે એ સીજેઆઈ સાથે નહીં બેસી આ પ્રથા પણ બદલશે. બેંચનું કામકાજ સવારે ૧૦ઃ૩પ વાગ્યે શરૂ થયું. બારના ત્રણ સભ્યોએ ખુલ્લી કોર્ટમાં જજ ચેલમેશ્વરને સંબોધી વકતવ્ય આપ્યું હતું. વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું આગામી પેઢીઓ તમારા લોકશાહી અને દેશ માટે આપેલ યોગદાનને યાદ કરશે. વકીલ રાજીવ દત્તાએ એમના સંસ્થાના આદર્શો જાળવી રાખવા આભાર વ્યક્ત કર્યો. જજ ચેલમેશ્વરની નિમણૂક આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં ૧૯૯૭માં વધારાના જજ તરીકે થઈ હતી. એ પછી એમને ર૦૦૭ના વર્ષમાં ગૌહાટી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બનાવાયા. એમને ર૦૧૧ સુધી સુપ્રીમકોર્ટના જજ તરીકે ભલામણ અપાઈ ન હતી. આ પ્રકારના વિલંબના લીધે એમણે સીજેઆઈ થવાની તક ગુમાવી હતી.