(એજન્સી) નવી દિલ્હી, તા.૮
અભિનેત્રી દીપિકા પાદુકોણે જેએનયુની મુલાકાત લીધા બાદ ભાજપે કરેલી ટીકાનો જવાબ આપતાં કોંગ્રેસે ભાજપની ઝાટકણી કાઢતા કહ્યું કે, શું અભિનેત્રીએ નાગપુર આરએસએસના વડામથકે ફિલ્મ પ્રમોટ કરવા જવું જોઈએ ? કોંગ્રેસના પ્રવકતા પવન ખેરાએ કહ્યું કે, સોશિયલ મીડિયા પર દીપિકાની ફિલ્મોના બહિષ્કારનું અભિયાન ચલાવાય છે. ખેરાએ કહ્યું કે, વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ યુવાનોના પ્રશ્નો અંગે વિચારતા નથી. તેઓ જેએનયુ જાય અને વિદ્યાર્થીઓ સાથે વાત કરે. તેના બદલે ભાજપ દીપિકા પાદુકોણ સામે અભિયાન ચલાવે છે. જે જેએનયુમાં ગઈ અને વિદ્યાર્થીઓને મળી.