(એજન્સી) તા.૨૧
રાજદ્રોહના આરોપ હેઠળ ફસાયેલા મુસ્લિમ પરિવારની વ્યથા દર્શાવતી આગામી બોલિવૂડ ફિલ્મ ‘મુલ્ક’ના નિર્માતા અનુભવ સિન્હા જમણેરી ટ્રોલ્સના નિશાન પર છે. સોશિયલ મીડિયા પર તેમને હિંદુ વિરોધી તરીકે ચિતરવામાં આવે છે. બીજી તરફ સિન્હાનું કહેવું છે કે, ‘સમાવર્તી ભારતનો વિચાર ઘણો સુરક્ષિત છે અને જે લોકો આ દેશની સાંપ્રદાયિક સંવાદિતાને નુકસાન પહોંચાડવાનું પ્રયત્ન કરી રહ્યા છે. તેમની સંખ્યા ઘણી ઓછી છે’ તેમણે કહ્યું હતું કે, ‘મૂળ ભારતનો ખ્યાલ હજી પણ દેશના વિવિધ ભાગોળા જીવંત છે અને મારી ફિલ્મના શૂટિંગ દરમિયાન મારો આ વિશ્વાસ વધારે મજબૂત થયો છે જ્યારે પણ હું ફિલ્મનું શૂટિંગ કરૂં છું ત્યારે સ્થાનિક લોકો તેમાં જે રીતે ભાગ લે છે તે મને ભારતના સારતત્ત્વમાં વિશ્વાસ રાખવા પ્રેરે છે. જે-જે સમાવર્તી છે અને સારી રીતે અસ્તિત્વ ધરાવે છે.’ સિન્હાએ કહ્યું હતું કે, ‘સમસ્યા એ છે કે, સંકુચિત માનસ ધરાવતા લોકો જે વસ્તીનો ઘણો નાનકડો ભાગ છે તે બહુમતી લોકો કરતા ઘણા મોટા અવાજે બોેલે છે જ્યારે સમાવર્તી બહુમતી એક ઊંડા મહાસાગર જેવી છે. જે શાંત રહીને વહે છે ઉદાર વિચારો ધરાવતા બિનસાંપ્રદાયિક લોકો શાંતિથી વહેવાનું પસંદ કરે છે.