ર૦૧૧થી સીરિયામાં ચાલી રહેલા ગૃહયુદ્ધમાં ૩ લાખથી વધુનાં મોત

(એજન્સી)                   જીનીવા, તા.૧

યુએન શરણાર્થી એજન્સીએ કહ્યું છે કે વિસ્થાપિત થયેલ પાંચ લાખથી વધુ સીરિયન શરણાર્થી તેમના વતન ઘરે પાછા ફર્યા છે. તેઓ તેમના લાપતા પરિવારજનો અને મિલકતોની શોધખોળ કરી રહ્યા છે. આ એક નોંધનીય પુનરાગમન છે. એજન્સીના મતે જાન્યુઆરી ૧૭થી અત્યાર સુધીમાં ૪,૪૦,૦૦૦ સીરિયન શરણાર્થીઓ તેમના ઘરે પરત ફર્યા છે. આઈએસઆઈએસના આતંકવાદીઓ સાથે યુદ્ધ બાદ અલેપ્પોથી ભાગી છૂટેલા લાખો શરણાર્થીઓ પુનઃઅલેપ્પો આવ્યા છે. આ ઉપરાંત હામા,હોમા, દમાસ્કસ શહેરોમાં પણ શરણાર્થી પરત ફર્યા છે. વધારામાં પાડોશી દેશોના ૩૧ હજાર શરણાર્થી પણ  પરત ફર્યા હતા. ર૦૧પથી ર લાખ ૬૦ હજાર શરણાર્થી ધીરેધીરે સ્વદેશ આવ્યા છે. પરંતુ હજુ પાંચ લાખ શરણાર્થી વિવિધ વિસ્તારોમાં આશ્રય લઈ રહ્યા છે. તેમ યુનોના પ્રવક્તા અન્ડ્રેજ મહેકીકે જણાવ્યું હતું.

શરણાર્થીઓ પરત ફરવા અંગે હિંસામાં કમી આવી હોવાનું તારણ વહેલું ગણાશે. તુર્કી એ એસ્ટેનામાં રશિયા અને ઈરાન સાથે વાતચીત કરી હતી. જેમાં સીરિયન પ્રમુખ બશર અલ-અસદ દ્વારા ચાર સલામત ઝોન પર ઉડ્ડયનની મંજૂરી મળ્યા બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં  રાહત સામગ્રી પહોંચાડવાની સુવિધા શરૂ થશે. પરંતુ આ અઠવાડિયે યુએનના સીરિયા ખાતેના ખાસ દૂત સ્ટીફન દી મિસ્તુરાંએ સિક્યુરિટી કાઉન્સિલને જણાવ્યું હતું કે સીરિયાના ઘણાં શહેરોમાં સામાન્ય સ્થિતિ સ્થપાતા લોકો પોતાના ઘરે પરત ફરી રહ્યા છે. યુએનની શરત મુજબ શરણાર્થીઓના પુનરાગમન અને સલામતી બાબતે હજુ સીરિયામાં યોગ્ય સ્થાન નથી. સીરિયામાં વિસ્થાપિત થયેલ જનસંખ્યાનો મોટો પડકાર છે.

સીરિયન યુદ્ધમાં ૩ લાખ ર૦ હજારથી વધુ લોકોએ જાન ગુમાવ્યા છે. લાખો લોકો બેઘર બની વિસ્થાપિત થયા. જે ર૦૧૧થી શરૂ થયું છે.