અમદાવાદ, તા.ર૩
દીવના નાગવા બીચ ઉપર સેલ્ફી લેવા જતાં ચાર યુવાનો દરિયામાં ડૂબી ગયા હતા. સેલ્ફીની ઘેલછામાં ડૂબેલા ચાર યુવાનોમાંથી એક યુવાનને બચાવી લેવાયો છે જ્યારે બાકીના ત્રણ યુવાનોની શોધખોળ ચાલી રહી છે. પ્રાપ્ત વિગતો મુજબ આજકાલ લોકોને મોબાઈલફોનમાં સેલ્ફી ફોટો લેવાનું વળગણ લાગ્યું છે. ફોટો પડાવવા માટે ઘણીવાર યુવાનો જીવ સટોસટીનો ખેલ પણ ખેલી જતા હોય છે પરંતુ નાની ભૂલના વળતરમાં તેમને જીવ ખોવાનો વારો આવે છે. આવા જ સેલ્ફી લેવાના ચક્કરમાં દીવના નાગવા બીચમાં સેલ્ફી લેવા ગયેલા રાજસ્થાનના ચાર યુવાનો ડૂબી ગયા હતા. ત્યારે તેઓને બચાવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં એક યુવકને બચાવી લેવાયો હતો. જ્યારે અન્ય ત્રણની ભાળ મળી ન હતી. જેથી તેઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ત્યારે યુવાનો અને સેલ્ફીના ચક્કરમાં ઘેલા બનેલા લોકોએ આ બનાવથી શીખ લઈને પોતાના અમૂલ્ય જીવનને બચાવે તે જરૂરી છે.
દીવના નાગવા બીચમાં સેલ્ફી લેવા જતાં ચાર યુવાનો ડૂબ્યા

Recent Comments