૩૧મી ઓકટોબરના રોજ સરદાર પટેલની જન્મજયંતી નિમિત્તે સરદાર પટેલને ઈતિહાસથી દૂર નહીં થવા દેવાની વાત કરનારી ભાજપ દ્વારા અમદાવાદમાં રન ફોર યુનિટી યોજીને સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક ભવન ખાતે સરદાર પટેલની જન્મજયંતીની ભવ્ય ઉજવણી કરી હતી. પરંતુ ભાજપનો ગઢ ગણાતા ખાડિયા વોર્ડમાં આવેલી ઢાળની પોળ પાસે ભીંત ઉપર સરદાર પટેલના ભીંત ચિત્રો કંડારેલા છે. તેની આગળ જ કચરાની લારી પડેલી જોવા મળી હતી. તેને આ દિવસે પણ દૂર કરવાની તસ્દી લેવાઈ ન હતી, તે કેટલી હદે યોગ્ય કહેવાય ત્યારે રન ફોર યુનિટીમાં ભાગ લઈને રેલી યોજીને ખાડિયાના ભાજપના આગેવાનોએ આ કચરા પેટીની લારી હટાવી હોત તો ખરા અર્થમાં જન્મજયંતીની ઉજવણી કરી કહેવાત. જો કે સરદાર પટેલના ભીંત ચિત્રોમાં સરદાર પટેલનો સંદેશો છે કે ‘આપણા ઈતિહાસમાં એક અતિ મહત્વના તબક્કે આપણે ઊભા છીએ. આપણે સાથે મળીને પુરૂષાર્થ કરીએ તો દેશને એ ભૂતકાળમાં હતો તેનાથી પણ વધુ મહાન બનાવી શકીએ’ ત્યારે શું સરદારના આ સંદેશને આત્મસાત કરવાનો પ્રયાસ કયારે કરીશું ?
Recent Comments