અમદાવાદ, તા.પ
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી બુધવાર, ૭મી નવેમ્બરે દિવાળીનું પર્વ સરહદના સંત્રીઓ વચ્ચે બનાસકાંઠાના નડાબેટમાં મનાવશે.વિજયભાઇ રૂપાણીએ મુખ્યમંત્રી તરીકેનું શાસનદાયિત્વ સંભાળ્યુ ત્યારથી દિપાવલીનો તહેવાર પોતાના ઘર પરિવારથી દૂર દેશની સરહદે રહીને માતૃભૂમિની રક્ષા કરતા સુરક્ષા જવાનો સાથે ઉજવવાનો રાષ્ટ્રપ્રેમસભર સંવેદનશીલ પારિવારીક ભાવભર્યો અભિગમ અપનાવ્યો છે. આ અભિગમને આ વર્ષે પણ ચરિતાર્થ કરતાં તેઓ બોર્ડર સિકયુરિટી ફોર્સના નડાબેટ ર્મ્ંઁ ખાતે સુરક્ષામાં તૈનાત જવાનો સાથે દિપાવલી મનાવશે અને જવાનોનું મ્હો મીઠું કરાવી પરિવારજનનો અહેસાસ-હૂંફ આપશે. મુખ્યમંત્રી આ સુરક્ષા જવાનો સાથે સંવાદ-વાર્તાલાપ પણ કરવાના છે. મુખ્યમંત્રી દિપાવલીના શુભ દિને બુધવાર ૭મી નવેમ્બરે સવારે ૧૦ કલાકે નડાબેટ પહોંચવાના છે. અત્રે એ નિર્દેશ કરવો આવશ્યક છે કે વિજય રૂપાણીએ ર૦૧૬ના વર્ષમાં પણ દિપાવલી પર્વ બનાસકાંઠાના સરહદી ક્ષેત્ર નડાબેટમાં સુરક્ષા જવાનો સાથે ઉજવ્યું હતું. તેમણે ર૦૧૭માં કચ્છના કોટેશ્વર સ્થિત મ્જીહ્લ જવાનો સાથે દિપાવલી પર્વ મનાવ્યું હતું.