સિતારોં સે આગે જ્હાં ઔર ભી હૈં
અભી ઈશ્ક કે ઈમ્તીહાન ઔર ભી હૈ

 

તેહી, ઝિંદગી સે નહીં યે ફઝાએં
યર્હાં સેંકડો કારર્વાં ઔર ભી હૈ
-અલ્લામા ઈકબાલ

 

ચંદ્રના દિવ્ય પ્રભામંડળથી દૂર આવેલા અનંત શૂન્યાવકાશમાંથી ટમટમતા તારલાઓ આટલા અંતરેથી પણ જાણે આપણા જીવનમાં ડોકિયું કરતાં હોય છે. તેમના ઉદ્દભવ સમયે તેઓ વાદળી અને સુંદર રત્ન જેવા હતા. તેઓ પોતાના અંતરિક્ષમાં કોઈ રત્નની જેમ ઝગમગતા હતા. આ તારલાઓ માનવીય સૂઝની મર્યાદાથી ઘણા દૂર હતા. તેઓ જાણે કે અંધકારના આવરણ વચ્ચે ચળકતી રોશની સમાન હતા. તે નિસ્તેજ અને ચાંદી જેવા રંગની આભા ધરાવતા હતા. એવું લાગતું હતું કે તે ખૂબ જ દૂર આવેલી કોઈ દૈવીય આગની ચિનગારી છે. વિશ્વના તમામ નિરાશ લોકો માટે આ તારલાઓ આશાનું એક કિરણ હતા. ટમટમતા લાખો-કરોડો તારલાઓથી પરિપૂર્ણ આકાશને નિહારતી વખતે આપણને આ તારલાઓનો ઝળકાટ અલ્લાહની યાદ અપાવી જાય છે. આ તારલાઓ જાણે કે અલ્લાહ સુબ્હાનહુ-વ-તઆલાની પ્રશંસા કરવા માટે ગવાતી કવિતાના ઝળહળતા શબ્દો છે અને આ કવિતાની સુંદર પંક્તિઓને કેમેરાના કચકડે કંડારવી એક મોટો પડકાર છે.
લોકો રાત્રિ સાથે ફરીથી સંકળાય અને પ્રકાશ પ્રદૂષણની નુકસાનકારક અસરો અંગે લોકો જાગૃત થાય તે ઉદ્દેશ સાથે બ્રાડે એક ફિલ્મ બનાવી છે. જેનું એક દૃશ્ય પ્રથમ તસવીરમાં જણાય છે.
જ્યારે આભમાં આકાશ ગંગા અને ધરતી પર કુદરતીપણે જ રચાયેલી પથ્થરની આકૃતિથી આ અદ્‌ભૂત નજારો સર્જાયો હતો અને તસવીરકાર બ્રાડે આ ક્ષણને કેમેરામાં કેદ કરી લીધી હતી. બન્ને તસવીરોની અલૌકિકતા બેમિસાલ કુદરતનું મહિમામંડન કરી જાય છે.