ચંદ્રના દિવ્ય પ્રભામંડળથી દૂર આવેલા અનંત શૂન્યાવકાશમાંથી ટમટમતા તારલાઓ આટલા અંતરેથી પણ જાણે આપણા જીવનમાં ડોકિયું કરતાં હોય છે. તેમના ઉદ્દભવ સમયે તેઓ વાદળી અને સુંદર રત્ન જેવા હતા. તેઓ પોતાના અંતરિક્ષમાં કોઈ રત્નની જેમ ઝગમગતા હતા. આ તારલાઓ માનવીય સૂઝની મર્યાદાથી ઘણા દૂર હતા. તેઓ જાણે કે અંધકારના આવરણ વચ્ચે ચળકતી રોશની સમાન હતા. તે નિસ્તેજ અને ચાંદી જેવા રંગની આભા ધરાવતા હતા. એવું લાગતું હતું કે તે ખૂબ જ દૂર આવેલી કોઈ દૈવીય આગની ચિનગારી છે. વિશ્વના તમામ નિરાશ લોકો માટે આ તારલાઓ આશાનું એક કિરણ હતા. ટમટમતા લાખો-કરોડો તારલાઓથી પરિપૂર્ણ આકાશને નિહારતી વખતે આપણને આ તારલાઓનો ઝળકાટ અલ્લાહની યાદ અપાવી જાય છે. આ તારલાઓ જાણે કે અલ્લાહ સુબ્હાનહુ-વ-તઆલાની પ્રશંસા કરવા માટે ગવાતી કવિતાના ઝળહળતા શબ્દો છે અને આ કવિતાની સુંદર પંક્તિઓને કેમેરાના કચકડે કંડારવી એક મોટો પડકાર છે.
પ્રથમ તસવીરમાં રણ વિસ્તારમાં પથ્થરના બનેલા કમાનદાર માર્ગને આવરી લઈને તસવીરકારે તારલાઓથી પરિપૂૂર્ણ આભની આ અદ્‌ભુત તસવીર લીધી છે.
કાલિફના માઉન્ટ શાસ્તાના ૩પ વર્ષીય બ્રાન્ડ ગોલ્ડપેઈન્ટ લેન્ડસ્કેપ ફોટોગ્રાફીના નિષ્ણાંત છે અને તેમણે પૂર્વીય ઉત્સાહનો પ્રવાસ ખેડીને આ દિલકશ બીજી તસવીર લીધી હતી.