(એજન્સી) મુંબઇ, તા.૧૦
કર્ણાટકના બળવાખોર ધારાસભ્યોને મનાવવા માટે મુંબઇ આવેલા કોંગ્રેસના સંકટમોચક ડીકે શિવકુમારને મુંબઇ પોલીસ દ્વારા બળજબરીથી બેંગલુરૂ પરત મોકલવામાં આવી રહ્યા છે. પોલીસ શિવકુમારને લઇને મુંબઇ એરપોર્ટ પહોંચી ગઇ છે. જ્યારે શિવકુમાર સાથે મુંબઇ પોલીસ દ્વારા અટકાયત કરાયેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા મિલિંદ દેવડા અને પક્ષના અન્ય નેતાઓને છોડી દેવામાં આવ્યા હોવાની માહિતી મિલિંદ દેવાની ઓફિસેથી આપવામાં આવી છે. હોટલમાં રોકાયેલા બળવાખોર ધારાસભ્યોએ શિવકુમારને મળવાનો ઇનકાર કરી દીધો હતો.દરમિયાન, પોલીસ દ્વારા બળજબરીથી બેંગલુરૂં પરત મોકલવામાં આવી રહેલા શિવકુમારે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે બળવાખોર બધા ધારાસભ્યો પરત આવી જશે.તેમનામાંથી કોઇ પણ કોંગ્રેસ પક્ષ છોડવાના નથી અને કર્ણાટકની કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકાર સલામત છે.