(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૭
સુરત શહેરના એસઓજી અને પીસીબી પોલીસની ટીમે શહેરના કતારગામ અને વરાછા વિસ્તારમાં આવેલ મેડિકલ સ્ટોરમાં દરોડા પાડી ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાકારક દવા નાઇટ્રાઝેપામનું વેચાણ કરતા સ્ટોરના સંચાલકો પાસેથી ગેરકાયદેસર રીતે વેચાણ કરતી ટેબલેટ, કોડીફ્રેશ સિરપ, નાઇટ્રોવેટ, રેક્ષોન સિરપ મળી કુલ રૂા.૧.ર૪,૩૮૬ સહિતનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળે છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના કતરાગામ રત્નમાલા કોમ્પ્લેક્ષ દુકાન નં.૧૮મા આસ્થા મેડિકલ સ્ટોર ચલાવતા અલ્પેશ દેવુભા ગોહિલ રહે.એ-૪૦૫, મહેન્દ્ર રેસિડન્સી કતારગામ, સુરતવાળા તથા વરાછા એલ.એચ.રોડ વસંત ભીખાની વાડી રામકૃષ્ણ સ્કૂલની બાજુમાં આવેલ મેડિકલ સ્ટોર ચલાવતા મેહુલભાઇ રમેશભાઇ નાડા રહે.૧પર, કુબેરનગર સોસાયટી, પુણાગામ સુરતવાળા પોતાના મેડિકલ સ્ટોરમાં ડોક્ટર પ્રિસ્ક્રીપ્શન વગર નાઇટ્રાઝેપામ નામની નશાકારાક ડ્રગ્રસ-દવાનું વેચાણ કરતા હોવાની બાતમી મળતા પોસઇ એ.પી.બ્રહ્યભટ્ટ તથા પોસઇ એમ.સી.ચૌહાણ તથા એએસઆઇ મો.મુનાફ ગુલામ રશુલ, એએસઆઇ અનિલ વિનજી, એએસઆઇ જીતેન્દ્ર વિઠ્ઠલભાઇ અ.હે.કો.અજય કાશીનાથ વગેરે તથા ફૂડ એન્ડ ડ્રગ્સ ઇ. કે.પી.વારલેકર તથા એ.જી. ચૌધરીનાઓ સાથે મળીને અલગ અલગ ટીમો બનાવી બંને મેડિકલ સ્ટોર ઉપર ટ્રેપ ગોઠવતા બંને મેડિકલ સ્ટોર ઉપરથી આસાનાથી કોઇ પણ જાતના ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર નાઇટ્રાઝેપામ નામની ડ્રગ્સનું વેચાણ કરતા મળી આવતા બંને મેડિકલ સ્ટોર ઉપર તપાસ કરતા (૧) નાઇટ્રોસન-૧૦ ટેબલેટ, ૪૪૦૦ ટેબલેટ કિંમત રૂા.૧૮,૯ર૦, (ર) નાઇટ્રોવેટ-૧૦ ટેબલેટ, રર૦ ટેબલેટ કિંમત રૂા.૧૪,૦૩૬ (૩) કોડીફ્રેશ સિરપ ટોબલ નંગ ૩૭૦, કિંમત રૂા.ર૬,ર૦૦, રેક્ષોન સિરપ બોટલ નંગ ૯૦, કિંમત રૂા.પ,૪૦૦ (૫) રેશકોફ સિરપ બોટલ નંગ ૪૭૦ કિંમત રૂા.૪૯,૩૫૦ (૬) નાઇટ્રાસન ૧૦ ટેબલેટ, ૩૭૦ ટેબલેટ કિંમત રૂા.૪૯,૩૫૦ (૭) કોડીફ્રેશ સિરપ બોટલ નંગ ૧૪૮, કિંમત રૂા.૧૦,૪૮૦ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. મેડિકલ સ્ટોરવાળા પૈકી આસ્થા મેડિકલ સ્ટોરમાંથી મળી આવેલ મુદ્દામાલ બિલ વગર તેમજ વધુ માત્રામાં હોય જેથી કબજે કરવામાં આવ્યું હતું તેમજ મેડિકલ સ્ટોરમાંથી મળી આવેલ મુદ્દામાલ બાબતે નોટિસ પાઠવવામાં આવી હતી તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા બંને મેડિકલ સ્ટોરવાળાઓના લાયસન્સ પણ રદ કરવા સુધીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે. સુરત શહેરમાં આવી નશાકારક ગોળીઓના રવાડે ચઢી નશાખોરી તેમજ ગુનાખોરી આચરી યુવાધન બરબાદ થતું હોવાથી જેથી આ યુવાધન બરબાદ થતું અટકાવવા અન્ય મેડિકલ સ્ટોર તેમજ હોલસેલ ડિસ્ટ્રીબ્યુટરની ચકાસણી કરી ટ્રેપ ગોઠવવામાં આવશે અને શહેર પોલીસની સાથે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને પણ સાથે રાખી કડક હાથે કામગીરી કરવામાં આવનાર હોવાનું એસઓજીના પોઇએ જણાવ્યું હતું.
ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નાઈટ્રાઝેપામ નામની નશાકારક દવાનું વેચાણ કરતી દવાની દુકાન પર દરોડા

Recent Comments