કેન્દ્ર સરકારે પાંચમી ઓગસ્ટે જમ્મુ કશ્મીર માટે બંધારણની ૩૭૦ કલમ રદ કરીને રાજ્યમા કરફ્યુ લાદીને માહિતી નુ આદાન પ્રદાર કરતા સાધનો પર પ્રતિબંધ લાદી દીધો હતો. જમ્મુમા અમુક પ્રતિબંધોને સરળ બનાવવામા આવ્યા છે પરંતુ કશ્મીરમા હજુ પ્રતિબંધો યથાવત છે અનેક રાજકીય નેતાઓ કે જેમા ભુતપુર્વ મુખ્ય મંત્રી ઓમર અબ્દુલ્લા, ફારુક અબ્દુલ્લા અને મહેબુબા મુફ્તિનો સમાવેશ થાય છે તેઓને હજુ ઘર મા નજરબંધ રાખવામા આવ્યા છે. ઓમર સલીમ કે જેઓ ગવર્નમેન્ટ મેડીકલ કોલેજ શ્રી નગરમાં યુરોલોજીસ્ટ છે તેમણે શ્રી નગર મા પત્રકારો ને સ્વસ્થય સંકટ વિશે માહિતિ આપવા દરમિયાન માત્ર ૧૦ મિનિટ માં પોલીસે આવી પહોંચીને તે સ્થાનથી દુર લઈ ગયા હતા, પત્રકારો કોમ્યુનિકેસન પ્રતિબંધોને કારણ પછી પણ તેમનો સંપર્ક સાધી શક્યા ન્હોતા.તેમજ સરકારી પ્રવક્તા રોહીત કન્સલ પણ મિડિયાને પછીના દીવસ માટે માહિતી આપવાનુ બંધ રાખ્યુ હતુ. ડો.સલીમના કહેવા મુજબ માહિતીના આદાન પ્રદાનમા પ્રતિબંધો દર્દીઓના જિવનના ઝોખમને વધારી રહ્યા છે ડો. સલીમના કહેવા મુજબ “ મારે પાસે તા. ૬ ઓગસ્ટ ના રોજ એક દર્દી આવેલ જેને કેમોથેરાપીની જરુર હતી” ડોક્ટરના કહેવા મુજબ “ તે દર્દી ૨૪ ઓગસ્ટે ફરીથી અમારી પાસે આવ્યો હતો પરંતુ તે કેમોથેરાપી માટની દવાઓ મેળવી શક્યો ન્હોતો અન્ય એક દર્દી કે જેણે કેમો થેરાપીની દવાઓ દિલ્હીથી મેળવવાની છે તે પણ માહિતના પ્રતિબંધોને કારણે દવા મંગાવી શકે તેમ નથી તેઓની કેમોથેરાપી અનંત સમય માટે મુલત્વી છે” ડો. સલીમ ના કહેવા મુજબ જે દર્દીઓને ૩ વખત ડાયાલીસીસ ની જરુર છે તેઓ માત્ર એક વાર ડાયાલાસીસ મેળવી શકે તે સ્થિતી છે, બેન્કોમાં રોકડની અયોગ્ય વ્યવસ્થાને કારણે અનેક દર્દીઓ હોસ્પીટલાઈજ થઈ સકતા નથી અને અનેક દર્દીઓ પોતાની દવાઓ મેળવી શકતા નથી. તેમણે સરકારને તમામ હોસ્પીટલો અને કલિનીકમા લેન્ડલાઈન કનેકશન ફરી ચાલુ કરાવવા વિનંતી કરી હતી ડો. સલીમના કહેવા મુજબ જો દર્દીઓ ડાયાલીસીસ નહી મેળવી શકે, કેન્સર દર્દીઓ કેમો થેરાપી નહી મેળવી શકે, કે જે દર્દીઓના ઓપરેશન નહી થઈ શકે તેઓ પોતાનો જીવ ખોઈ દેશે. અનેક ડોક્ટરોએ કર્ફયુ નો અંત કરવા અને માહિતી ના પ્રતિબંધોને હટાવવા પાછલા મહિનામાં સરકાર ને લખ્યુ છે. ૧૮ ડોક્ટરોના ગ્રુપ દ્રારા મેડીકલ જર્નલ ધ એમ જે બી મા સ્વાસ્થ્ય વિશેની સાચી પરિસ્થીતી નો પત્ર પ્રકાશિત થયા બાદ ૨૦ ડોક્ટરોએ પબ્લીક હેલ્થ ની પરિસ્થિતી વિશે સ્ટેટમેન્ટ બહાર પાડ્યુ છે. જેમા પબ્લીક હેન્થ ની પરિસ્થિતીને બતાવવામા આવી છે . ડોક્ટરોએ બ્રિટિશ મેડીકલ જર્નલ “ ધ લેન્સર” ના જમ્મુ કશ્મિર પર ના એડીટોરીયલ ને વખોડવા માટે ઈન્ડીયન મેડીકલ એસોસીએસન ની પણ ટીકા કરી હતી.

અથડામણમાં ઓછામાં ઓછા ૩ મ્રુત્યુ – રીપોર્ટ

કશ્મિરના પરિવારો ના કહેવા પ્રમાણે પાંચમી ઓગસ્ટ બાદથી સિક્યુરિટી ફોર્સ અને વિરોધીઓ સાથેની અથડામણમા અનેક નાગરિકો માર્યા ગયા છે જોકે આ માહિતી સરકારના કોઈ જાનહાની નથી તેવા નિવેદનથી વિરુધ્ધ છે. ઓછામાં ઓછા ત્રણ વ્યકિતએ પોતાનો જીવ ખોયો છે , ધ ડેઈલી રીપોર્ટ ઉમેરે છે કે આ જાનહાનિ ભારતીય સીક્યુરીટ ફોર્સના ટીઅર ગેસ, પમ્પ એકસન ગન્સ અને અન્ય હથીયારના કારણે થઈ છે.હોસ્પીટલ મા કામ કરનાર એક ડોક્ટરે નામ ન આપવાની શરતે કહ્યુ કે હોસ્પીટલોને પોલીસ એકશનથી ઝખમી થયેલ દરદીઓને ઝડપથી ડીસ્ચાર્જ કરી દેવાની સુચના આપવામા આવી છે. પરિવારોના કહેવા મુજબ ૩૭૦ ની કલમ હટાવ્યાની તારીખથી મરણનુ પ્રમાણપત્ર મેળવવુ લગભગ અશક્ય કે ખુબ મુશ્કેલ છે કારણકે તે સરકારના કોઈ જાનહાનિ ન થયાની માહિતીથી વિપરીત છે, એક પરિવારના કહેવા મુજબ તેમને ભારે તકલીફ પછી માંડ માંડ આપવામા આવેલ મ્રુત્યુના પ્રમાણ પત્રમા મુર્ત્યુનુ ખોટુ કારણ દર્શાવવામા આવેલ છે.