બેઇજિંગ, તા. ૧
ઠંડીની મોસમમાં પણ ચીની સેનાએ ડોકલામના ઘર્ષણવાળા ક્ષેત્ર નજીક મોટી સંખ્યામાં સૈનિકોની હાજરી જાળવી રાખવાનો સંકેત આપ્યો છે. ચીને દાવો કર્યો છે કે, ડોકલામ તેનો જમીનનો ભાગ છે. ભારત અને ચીને ૭૩દિવસ સુધી ચાલેલા ઘર્ષણ અંગે ૨૮ ઓગસ્ટના રોજ સમાધાન કર્યું હતું જ્યારે પીપલ્સ લિબરેશન આર્મીએ ભારતના સંકરે ચિકેન નેક વિસ્તાર નજીક માર્ગ નિર્માણ રોકી દીધું હતું. આ વિસ્તાર પૂર્વોત્તર રાજ્યોને જોડે છે. ભૂટાન પણ ડોકલામ ક્ષેત્રને પોતાનો વિસ્તાર ગણાવે છે. ભારતે પીએલએ દ્વારા માર્ગ નિર્માણ કરવાનો વિરોધ કર્યો હતો. તેણે કહ્યું હતું કે આ સંકરે વિસ્તારની સુરક્ષાને ખતરા સમાન છે. સત્તાવાર વિગતો અનુસાર ચીન અને ભારત બંને ભૂતકાળમાં ઠંડીની સીઝન દરમિયાન ઊંચાઇવાળા ક્ષેત્રોમાંથી પોતાના સૈનિકોને હટાવી લેતા હતા. ચીનના સુરક્ષા મંત્રાલયના પ્રવક્તા કર્નલ વુ છિયાને કહ્યું છે કે, ડોકલામ અમારો વિસ્તાર છે.
છિયાને એવા સમયે આ વાત કરી જ્યારે તેમને પુછવામાં આવ્યું કે ડોકલામ ઘર્ષણવાળા ક્ષેત્રમાં ચીને મોટી સંખ્યામાં ઠંડીમાં પણ સૈનિકો ખડકી રાખ્યા છે. તેમણે કહ્યું કે, આવું પહેલાની વિચારધારાને સમાપ્ત કરીને કરાયું છે જેમાં ઠંડીઓમાં સૈનિકોની સંખ્યા ઓછી કરી લેવાતી હતી. તેમણે કહ્યું કે, અમે આ સિદ્ધાંતને આધારે હવે અમે પોતે સૈનિકોની તૈનાતીનો નિર્ણય કરીશું. ડોકલામ નજીક યાંતુન પાસે ચીનના સૈનિકોની સતત હાજરી બાદ ભારતે પણ કથિત રીતે પોતાના સૈનિકોને ખડકી દીધા છે. અધિકારીઓએ એમ પણ જણાવ્યંુ છે કે, એ સ્પષ્ટ નથી કે, ૧૭મી નવેમ્બરના રોજ ભારત-ચીન સરહદી મામલે વિચાર વિમર્શ અને સમન્વય માટે કાર્યકારી તંત્રની ચર્ચામાં આ મુદ્દે બંને દેશોએ ચર્ચા કરી છે કે નહીં.ે