(એજન્સી) બેઈજિંગ, તા.૪
ચીનના સૈન્યએ મડાગાંઠવાળા વિસ્તાર ડોકલામમાં ઠંડીની સિઝનમાં પણ પોતાના સૈન્યમાં ઘટાડો નહીં કરવાનો નિર્ણય લીધો હતો અને કહ્યું હતું કે, આ પ્રાંત ચીનનો ભાગ છે. ભારતના ઉત્તરપૂર્વ વિસ્તારને જોડતા મહત્વપૂર્ણ વિસ્તાર પર વ્યૂહાત્મક માર્ગ બનાવવાના પીપલ્સ લિબરેશન આર્મીના કામને અટકાવ્યા બાદ ૨૮મી ઓગસ્ટે ૭૩ દિવસની તંગદિલીને ચીન સાથે ઉકેલી હતી. દરમિયાન ભૂતાન પણ ડોકલામને પોતાનો વિસ્તાર ગણાવ્યો હતો. ભારતે પીએલએ દ્વારા માર્ગ બનાવવાનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે, આ વિસ્તાર ગંભીર ખતરારૂપ છે. સત્તાવાર રીતે ભારત અને ચીન સામાન્ય રીતે ઠંડીની સિઝનમાં પોતાના વધારે સૈનિકો આ વિસ્તારમાં તૈનાત રાખતા નથી.