(એજન્સી) ટોક્યો, તા.૧૮
ભારતના ચીન સાથેના ડોકલામ વિવાદ પર જાપાન પણ ભારતના સમર્થનમાં આવ્યું છે. યુદ્ધ ઉન્માદી ચીનને ઈશારામાં ચેતાવણી આપતા જાપાને કહ્યું છે કે, બળના પ્રયોગે જમીની યથાસ્થિતિ બદલવાના કોઈ પ્રયત્નો કરવા જોઈએ નહી. હીરામત્સુએ ભારતની તરફેણ કરતાં કહ્યું કે, જ્યાં સુધી આ મામલે ભારતની ભૂમિકા વિશે વાત કરીએ તો આમારૂં માનવંુ છે કે ભારત ભૂતાન સાથેના પોતાના દ્વિપક્ષીય કરારના આધાર પર આ મામલે દખલગીરી કરી રહ્યો છે. વિદેશમંત્રી સુષમા સ્વરાજે સ્પષ્ટપણે કહ્યું હહતું કે, ભારત કૂટનીતિક ચેનલો મારફતે વાતચીત દ્વારા આ વિવાદનો ઉકેલ લાવવા પ્રયાસ કરતો રહેશે. અમારૂં માનવું છે કે, કોઈ પણ વિવાદનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવા માટે આ વલણ અપનાવંુ જરૂરી છે.
જાપાનના રાજદૂત કૈજી હીરામત્સુએ એક મીડિયા સાથેની વાતચીત દરમ્યાન જણાવ્યું કે, ડોકલામ મામલે પાછલા ૨ મહિનાથી વિવાદ ચાલી રહ્યો છે. અમારૂં માનવંુ છે કે, તેનાથી સમ્રગ ક્ષેત્રની સ્થિતરતાને અસર થઈ રહી છે. જેથી અમે ચાંપતી નજર રાખીને બેઠા છીએ. વધુમાં કહ્યું હતંુ કે, ચીન અને ભૂતાનના આ પ્રદેશ અંગે વિવાદ ચાલી રહ્યો છે અને બંને દેશ તેને વિવાદીત ક્ષેત્ર માને છે. વિવાદીત ક્ષેત્રથી પુરવાર થાય છે કે તેમાં શામેલ કોઈ પણ પક્ષને જમીન પર યથાસ્થિતિ બદલવા માટે એકતરફી સેનાનો ઉપયોગ કરવાથી બચવું જોઈએ અને તેનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવો જોઈએ. ઉલ્લેખનીય છે ડોકલામ અંગે ભારત- ચીન વચ્ચે પાછલા ૨ મહિનાથી વિવાદ ચાલી રહ્યો છે. ડોકલામ ક્ષેત્ર સિક્કિમ નજીક ભારત, ચીન અને ભૂતાન ટ્રાઈજજ્ક્શન પર સ્થિત છે. આ વિસ્તાર ભૂતાનની સીમામાં આવે છે. પરંતુ ચીન તેને ડોંગલોંગ પ્રદેશ ગણાવતા પોતાનો દાવો કરી રહી છે. ચીને જૂનમાં ડોકલામ નજીક રસ્તો બનાવવાનો પ્રયાસ કરતા ભારતીય સેનાએ દખલગીરી કરી કામને અટકાવ્યું હતું. ત્યારથી ચીન યુદ્ધ ઉન્માદી નિવેદનો આપી રહી છે.