(એજન્સી) તા.૧૦
ગયા વર્ષે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી વખતે આલોચકો કહેતા હતા કે કોઈપણ સંજોગોમાં ટ્રમ્પ ચૂંટણી જીતશે નહીં પણ એમની ધારણા ખોટી પડી. હવે મેક્સિકોના પૂર્વ રાષ્ટ્રપતિ વિસેન્ટ ફોક્સે જાહેર કર્યું છે કે એ અમેરિકાની ર૦ર૦ની ચૂંટણીઓમાં ઉમેદવારી કરશે.
ફોક્સે વીડિયો બહાર પાડી જાહેરાત કરી છે. એમણે ટ્રમ્પની ઠેકડી ઊડાવી છે અને પોતે અમેરિકાના રાષ્ટ્રપતિ બનશે એ પ્રકારના ઉલ્લેખ સાથે ગાયન રજૂ કર્યું છે.
એમણે કહ્યું કે અમેરિકા હું તમારૂ દુઃખ સમજુ છું. અમે બધા સાથે મળીને કરીશુ એ માટે હું મારી અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ઉમેદવારી જાહેર કરૂ છું. એમણે ટ્રમ્પ જેવી જ ટોપી પહેરેલ છે.
“ડોનાલ્ડ મેં દરેક પ્રસંગે તમારી ઠેકડી ઊડાડી છે. જે લોકોને ખૂબ ગમી છે. લોકો મને કહે છે કે તમે અમારા રાષ્ટ્રપતિ કેમ નથી બનતા ?”
હવે મને ખબર છે લોકો કહેશે તમે રાષ્ટ્રપતિ કઈ રીતે થઈ શકો તમે તો મેક્સિકોના છો અને એ લોકો માટે મારી પાસે ત્રણ જ શબ્દો છે. જો ટ્રમ્પ જેવી વ્યક્તિ રાષ્ટ્રપતિ બની શકે છે તો કોઈપણ આલિયો માલીયો રાષ્ટ્રપતિ બની શકે છે.
એ પછી ફોક્સે ટ્રમ્પના સંબોધન વખતે ઓછી ભીડ માટે મજાક ઊડાવી હતી.
અમેરિકા અને મેક્સિકો વચ્ચે દીવાલ બનાવવા માટે નિષ્ફળતા બદલ અને ટ્રમ્પના વિવાદીત ઈમીગ્રેશન કાયદાઓ માટે ઠેકડી ઊડાવી હતી અને છેલ્લે કહ્યું તે ડોનાલ્ડ તમોએ આ હોદ્દા ઉપર રહી ઘણુંુ બધુ ચૂસી લીધું છે.
ફોક્ષ ર૦૦૦થી ર૦૦૬ સુધી મેક્સિકોના રાષ્ટ્રપતિ રહ્યા હતા. એ ટ્રમ્પના કટ્ટર વિરોધી છે એ ટ્રમ્પને તરંગી ગણાવે છે. મેક્સિકોની દીવાલ માટે ટ્રમ્પે મેક્સિકો પાસેથી ખર્ચ લેવાની વાત કરી હતી.