International

ઈરાન પર પ્રતિબંધો : ભારત સહિત અન્ય દેશોને ઓઈલની આયાત ચાલુ રાખવાના નિર્ણયનો ટ્રમ્પે બચાવ કર્યો

US President Donald Trump makes his way to board Marine One from the South Lawn of the White House in Washington, DC on November 2, 2018. - Trump will be attending rallies in West Virginia and Indiana. (Photo by MANDEL NGAN / AFP) (Photo credit should read MANDEL NGAN/AFP/Getty Images)

(એજન્સી) તા.૬
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આઠ દેશોને ઈરાન પાસેથી ઓઈલની આયાત ચાલુ રાખવાની અસ્થાયી છૂટ આપવાના નિર્ણયનો સોમવારે બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવને નીચા રાખવા અને બજારને આંચકો ન લાગે તે માટે આ પગલું ભર્યુ હતું. અમેરિકાએ ભારત અને ચીન સહિત આઠ દેશોને ઈરાનથી ક્રૂડ ઓઈલની આયાત કરવાની અસ્થાયી છૂટ અપાઈ હતી. અમેરિકાએ ઇરાન સરકારના વર્તનને બદલવા માટે સોમવારે ઈરાન વિરુદ્ધ અત્યાર સુધી સૌથી આકરા પ્રતિબંધો લાગુ કર્યા હતા. અમેરિકાએ ઈરાનના બેન્કિંગ અને પેટ્રોલિયમ ક્ષેત્રો પર આ પ્રતિબંધો લાગુ કર્યા છે. તેમાં ઈરાન પાસેથી ઓઈલ ખરીદનારા યુરોપ, એશિયા તથા અન્ય તમામ દેશો અને કંપનીઓ પર પણ પ્રતિબંધાત્મક કાર્યવાહીની જોગવાઈ છે. જોકે અમેરિકાના વિદેશમંત્રી માઈક પોમ્પિયોએ કહ્યું કે આઠ દેશો ભારત, ચીન, ઈટાલી, યૂનાન, જાપાન, દક્ષિણ કોરિયા, તાઈવાન અને તૂર્કીને ઈરાનથી ઓઇલની આયાતની અસ્થાયી મંજૂરી આપી છે. અમેરિકાએ આ રાહત એ આધાર આપી છે કે આ દેશોએ ઈરાન પાસેથી ઓઈલની આયાતમાં પહેલાથી જ કાપ મૂકી દીધો છે. ટ્રમ્પે વોશિંગ્ટનમાં જોઇન્ટ બેઝ એન્ડ્રયૂ બહાર પત્રકારોને કહ્યું કે અમે ઈરાન પર અત્યાર સુધીના સૌથી આકરા પ્રતિબંધો લાગુ કર્યા છે પણ ઓઈલના મોર્ચે અમે તેમને રાહત આપવા માગીએ છીએ કેમ કે હું નથી ઈચ્છતો કે ઓઈલના ભાવ આકાશ આંબી જાય.જોકે તેમણે કહ્યું કે ઓઈલના ભાવને નિયંત્રિત રાખવા માટે તે જે પણ પ્રયાસ કરી રહ્યાં છે તેના ઈરાન સાથે કોઈ લેવા દેવા નથી. ભારત સહિત અન્ય દેશોને ઈરાનથી ઓઈલની આયાત ચાલુ રાખવાના નિર્ણય પર ટ્રમ્પે કહ્યું કે હું ઓઈલની ખરીદીને તાત્કાલિક શૂન્ય કરી એક મહાન નાયક નથી બનવા માગતો. હું આમ કરી શકું છું પણ તેનાથી બજારને આંચકો લાગશે. હું ઓઈલના ભાવને વધારવા માગતો નથી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    International

    ઇઝરાયેલ ગાઝામાંકામચલાઉ યુદ્ધવિરામ કરાર ઇચ્છે છે : હમાસ અધિકારી

    (એજન્સી) તા.૧૬હમાસના રાજકીય બ્યુરોના…
    Read more
    International

    પેલેસ્ટીન માટે સહાય એકત્ર કરવા ભારતમાંકોઈ સંસ્થા સ્થપાઈ નથી : પેલેસ્ટીની દૂતાવાસ

    (એજન્સી) તા.૧૬નવી દિલ્હીમાં…
    Read more
    International

    ઇઝરાયેલ પર હુમલા પછી બાઇડેન ઇરાનની ઓઇલલાઇફલાઇનમાં ઘટાડો કરે તેવી શક્યતા નથી : અહેવાલ

    ગૃહમાં રિપબ્લિકન નેતાઓએ જાહેર કર્યું…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.