(એજન્સી) વોશિંગ્ટન, તા.રર
જ્યારથી યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળી છે ત્યારથી ૮,૧પ૮ જેટલા ગેરમાર્ગે દોરતા ખોટા દાવાઓ કર્યા હોવાનું મીડિયા રિપોર્ટમાં જણાવાયું છે. રવિવારે ટ્રમ્પે સત્તા સંભાળ્યા બાદ બે વર્ષ પૂર્ણ કર્યા હતા ત્યારે આ રિપોર્ટ બહાર આવ્યો હતો. રિપોર્ટ મુજબ રાષ્ટ્રપતિ ટ્રમ્પે રોજ સરેરાશ પ.૯ જેટલા ખોટા અને ગેરમાર્ગે દોરતા દાવાઓ કર્યા હતા. પરંતુ બીજા વર્ષે ૧૬.પ રોજના ખોટા દાવાઓ કર્યા હતા. જે ત્રણ ગણા હતા. વોશિંગ્ટન પોસ્ટના અહેવાલમાં જણાવાયું છે.
અખબારે ડોનાલ્ડ ટ્રમ્પના દાવાઓનું ડેટા સાથે વિશ્વશષણ કર્યું હતું. પછી દરેક નિવેદનો જે ્‌ટ્રમ્પે કર્યા હતા તેને ચકાસ્યા હતા. સત્યશોધક ડેટાના આધારે ટ્રમ્પે જે નિવેદનો કર્યા હતા તેમાં ૮,૧પ૮ જેટલા ગેરમાર્ગે દોરનારા હતા. જેમાં બીજા વર્ષે ૬ હજારનો વધારો થયો હતોે.
પહેલાં ૧૦૦ દિવસમાં ડોનાલ્ડ ટ્રમ્પે ૪૯ર આધારવિહોણા દાવા કર્યા હતા. જે ર૦૧૯ના પહેલાં ત્રણ અઠવાડિયામાં થયા હતા. ઓક્ટોબરમાં દેશ મધ્યસત્ર ચૂંટણી તરફ ધકેલાઈ રહ્યો હોવાનું નિવેદન કર્યું હતું. તેમણે ૧ર૦૦ ખોટા દાવા કર્યા હતા.
ગેરમાર્ગે દોરતા દાવાઓમાં સૌથી મોટા સ્થળાંતરના છે. જેમાં ૩૦૦નો વધારો થયો છે. જે છેલ્લા ત્રણ અઠવાડિયામાં થયો છે. જે કુલ ૧૪૩૩ દાવા છે.
અખબારે કહ્યું કે, રાષ્ટ્રપતિના ૧૦૦ દિવસોના કામના મૂલ્યાંકન દરમિયાન તેમના ખોટા દાવાઓ અને હકીકતોનું તારણ કઢાયું હતું.
વિદેશ નીતિ અંગે ૯૦૦, વેપાર અંગે ૮પ૪, અર્થતંત્ર અંગે ૭૯૦ અને કામ અંગે ૭પપ ખોટા દાવાઓ કરાયા હતા. જેમાં મીડિયા સામે પ્રહારો પણ સામેલ છે. ૭૪ દિવસમાં ટ્રમ્પે ૩૦ દાવા કર્યા હતા.
ટ્રમ્પે ઘણા ખોટા ગેરમાર્ગે દોરનારા દાવા કર્યા હતા જેમાં ર૦૧૬ની ચૂંટણીમાં રશિયાની દખલગીરી સામેલ છે.