વૉશિંગ્ટન, તા.૨૦
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારના વ્હાઇટ હાઉસમાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનને મળશે. યૂએસ સરકારના એક અધિકારી પ્રમાણે આ બેઠકમાં ટ્રમ્પ ઓસામા બિન લાદેનની જાણકારી આપનાર ડોક્ટર શકીલ અફરીદીની મુક્તિના માંગ કરશે.
અધિકારીએ નામ ઉજાગર ન કરવાની શરત પર કહ્યું, ’રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને અમેરિાકાના લોકો માટે આ એક અગત્યનો મુદ્દો છે. પાકિસ્તાનને આ જવાબદારી સમજતા ખોટી રીતે જેલમાં મોકલાયેલા ડૉક્ટર અફરીદીને મુક્ત કરવા જોઇએ. આ એક સારો સંદેશ હશે.
ટ્રમ્પે ૨૦૧૬માં ચૂંટણી અભિયાનમાં પણ ડૉ. અફરીદીનો મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે તેઓ અફરીદીને પાકિસ્તાનની કેદમાંથી બે મિનિટમાં આઝાદ કરાવી શકે છે.