(એજન્સી) તા.૧૧
ભારતીય-અમેરિકન મૂળની નિક્કી હેલીને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે એક અસાધારણ વ્યક્તિ ગણાવી હતી. ટ્રમ્પે કહ્યું કે, બીજી નોકરીમાં વધુ પૈસા કમાવવાના હેતુથી નિક્કીએ સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના રાજદૂત તરીકેનું પદ છોડ્યું છે. ટ્રમ્પે આ ટિપ્પણી પત્રકારો સાથેની વાતચીતમાં કરી હતી. ટ્રમ્પે યુએનના રાજદૂત પદેથી રાજીનામું આપનાર નિક્કી હેલીની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, હેલી ખાનગી ક્ષેત્રમાં કામ કરી શકે છે અને આશા છે કે, તે વધારે પૈસા અને મિલકત કમાશે. ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં કહ્યું કે, નિક્કી વર્ષના અંત સુધી અહીં જ રહેશે, તે મારી મિત્ર છે તે સારી છે. મારી ઈચ્છા છે કે, નિક્કી જતી રહે અને નોકરી કરે તે પહેલાં બધા લોકો તેમની સાથે સારો સમય વીતાવે. મને લાગે છે કે, નિક્કી કોઈ અન્ય ભૂમિકામાં પાછી ફરશે, તે સારી વ્યક્તિ છે. કોઈપણ અમેરિકી રાષ્ટ્રપતિના કાર્યકાળમાં કેબિનેટ રેન્કના પદે પહોંચનાર ભારતીય મૂળના પ્રથમ અમેરિકી નાગરિક હેલીએ મંગળવારે રાજીનામું આપી દીધું હતું. નોંધનીય છે કે, અમેરિકાના કોઇ પ્રેસિડન્ટના કાર્યકાળમાં કેબિનેટમાં સ્થાન મેળવનાર નિક્કી હેલી (૪૬) ભારતીય મૂળની પ્રથમ મહિલા છે. પોતાના ઉત્તરાધિકારીની પસંદગી સુધી અને સંસદ દ્વારા ચૂંટાયેલા (૨૦૧૯ ખતમ થવા) સુધી નિક્કી પોતાના પદે યથાવત રહેશે. ટ્રમ્પે બુધવારે કહ્યું, નિક્કી આ વર્ષના અંત સુધી આપણી સાથે રહેશે, તે મારી મિત્ર છે, ખૂબ જ મહાન છે. નિક્કીના જતા પહેલાં અને નવી નોકરી મેળવતા પહેલાં હું તેની સાથે થોડો સમય પસાર કરવા ઇચ્છું છું. ટ્રમ્પે આશા વ્યક્ત કરી છે કે, નિક્કી વધારે પૈસા કમાવવા માટે બીજી નોકરી કરવા જઇ રહી છે. ટ્રમ્પે કહ્યું કે, મને લાગે છે કે, બીજી રીતોથી નિક્કી ચોક્કસથી પરત આવશે. તેનું વ્યક્તિત્વ અસાધારણ છે તે ખૂબ જ સારી વ્યક્તિ છે. જો કે, આ મામલે હેલીનું કહેવું છે કે, તે એક દાયકાથી વધારે સમયથી લોકોની સેવા કરી રહી છે. હવે થોડો બ્રેક લેવા ઇચ્છે છે. ટ્રમ્પે જણાવ્યું કે, નિક્કીના બદલે તેની પાસે ૪-૫ વિકલ્પ છે. જેમાં ભૂતપૂર્વ નેશનલ ડિફેન્સ ઉપ-સલાહકાર ડાઇના પોવેલ (૪૫) એક છે. જો કે, મિડ ટર્મ ઇલેક્શન પહેલાં રાજીનામાના સવાલ પર ટ્રમ્પે કોઇ જવાબ આપ્યો ન હતો. પેન્ટાગન ડિફેન્સ સચિવ જેમ્સ મેટિસે કહ્યું, હેલી અમેરિકાની બેસ્ટ પ્રતિનિધિ હતી. તેણે રક્ષા વિભાગ માટે અનેક મહત્ત્વની જવાબદારીઓને અંજામ આપ્યો છે. મેં તેની સાથે ઘણાં સમય સુધી કામ કર્યું છે. ભલે જે જઇ રહી છે, પરંતુ અમારા તરફથી તેના સન્માનમાં કોઇ કમી નહીં આવે.
નિક્કી હેલી વધારે પૈસા કમાવવા માટે જઇ રહી છે : ડોનાલ્ડ ટ્રમ્પ

Recent Comments