(એજન્સી) વોશિગ્ટન, તા.૨
અમેરિકાના ન્યૂયોર્કમાં થયેલા આતંકવાદી હુમલા બાદ રોષે ભરાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે એવું જણાવ્યું કે આ લોકપ્રિય લોટરી પ્રોગ્રામને બંધ કરવાનો આદેશ આપવામાં આવશે. ન્યૂયોર્કના મેનહટનમાં ટ્રક વડે હુમલો કરીને આઠ લોકોને મોતને ઘાટ ઉતારનાર ઉઝબેકિસ્તાનનો નાગરિક ગ્રીન કાર્ડ લોટરી પ્રોગ્રામ હેઠળ અમેરિકનો રહેવાસી બન્યો હતો. કેબિનેટ બેઠક પહેલા પત્રકારો સાથેની વાતચીતમાં ટ્રમ્પે કહ્યું કે હું વિવિધ લોટરી પ્રોગ્રામની પ્રણાલી બંધ કરી રહ્યો છું. આજે આપણે ન્યૂયોર્કમાં થયેલા આતંકવાદી હુમલાનો શોક વ્યક્ત કરી રહ્યાં છીએ. સમગ્ર અમેરિકા સ્વજનો ગુમાવનાર પરિવાર માટે પ્રાર્થના કરી કરીને શોક મનાવી રહ્યો છે.ભયાનક કૃત્ય અને આપણે તેમની યાદમાં આપણા સંકલ્પને દ્રઢ બનાવીએ છીએ. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકી કાનૂની તંત્રને મજાક ગણાવીને તેની આકરી ઝાટકણી કાઢી, વીઝા પ્રોગ્રામો પર નિશાન સાધ્યું. લોઅર મેનહટન વિસ્તારમાં એક આતંકવાદીએ ટ્રકમાં સવાર થઈને લોકોને કચડવાનું શરૂ કર્યું જેમાં આઠ લોકોનાં મોત થયાં અને ૧૧ લોકો ઘાયલ થયા. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશી પ્રવાસીઓની ઝીણવટભરી તપાસનો આદેશ આપ્યો છે. ટ્રમ્પે એવી જાહેરાત કરી કે મેં વિદેશ પ્રવાસીઓની આકરી અને ઝીણવટભરી તપાસ કરવાનો આદેશ હોમલેન્ડ સિક્યુરિટીને આપ્યો છે. આપણે આપણા દેશમાાં આઈએસઆઈએસને આવવા દેવું નથી કે પાછું પણ જવા દેવું નથી. આપણે આઈએસને મીડલ ઈસ્ટ અને બીજે ઠેકાણે હરાવી દીધું છે. ડોનાલ્ડ ટ્રમ્પે હુમલાની આકરી નિંદા કરતા કહ્યું કે બસ હવે બહુ થયું,