(એજન્સી) વોશિગ્ટન, તા. ૭
અમેરિકાની એક બિલ્ડિંગ કંપનીમાં માર્કેટિંગ એક્ઝીક્યુટીવ તરીકે કામ કરતી એક મહિલાને ડોનાલ્ડ ટ્રંપના કાફલાને મીડલ ફિંગર દેખાડવાનું ખૂબ ભારે પડ્યું. ડોનાલ્ડ ટ્રંપના કાફલાને મીડલ ફિંગર દેખાડનાર આ મહિલાને કંપનીએ નોકરીમાંથી કાઢી મૂકી. આ ઘટનાનો વીડિયો વાઈરલ થતાં કંપનીએ તેને નોકરીમાંથી પાણીચું પકડાવી દીધું. જુલી બ્રિક્સમેન નામની મહિલાકર્મી પોતાની સાઈકલ પર સવાર થઈને જઈ રહી હતી ત્યારે તેની નજીકથી ડોનાલ્ડ ટ્રંપના કાફલો પસાર થયો હતો. આ દરમિયાન જુલીએ કાફલા તરફ પોતાની વચલી આંગળી ઉઠાવી હતી. કારમાં ડોનાલ્ડ ટ્રંપ બેઠા છે તે જાણી બાદ તેણે આંગળી ઉઠાવી હતી. જુલીએ કહ્યું કે મારી નજીકથી ડોનાલ્ડ ટ્રંપ પસાર થઈ રહ્યા જોઈને મારૂ લોહી ઉકળી ઉઠ્યું હતું.જુલીએ ટ્રંપ તરફ અશ્લીલ ઈશારા કર્યાં હતા. ટ્રંપના કાફલામાં રહેલા ફોટોગ્રાફરે આ ઘટનાને વીડિયોમાં કેદ કરી હતી અને તેને સોશિયલ મીડિયા પર વાઈરલ કરી હતી. જે પછી કંપનીએ તેને નોકરીમાંથી કાઢી મૂકી હતી. રાષ્ટ્રપતિ ટ્રંપ પોટોમેક નદી પર તેમના ટ્રંપ નેશનલ ગોલ્ફ કોર્ષમાં ગયાં હતા. જુલી આ ક્લબ નજીક રહે છે અને તે શનિવારે સાઈકલિંગ કરી હતી ત્યારે તેમની નજીકથી ટ્રંપનો કાફલો પસાર થયો હતો. જુલી આ વિસ્તારમાં રહે છે તે દર શનિવારે સાઈકલની સવારી કરવા જાય છે. આ દરમિયાન જુલુએ ડોનાલ્ડ ટ્રંપનો કાફલો પસાર થતો જોયો હતો અને તેણે અભદ્ર ઈશારા કર્યાં હતા. આ જોઈને ટ્રંપના કાફલામાં હાજર રહેલા ફોટોગ્રાફરે આ તસવીર કેમેરામાં ઝડપી લીધી હતી. જે પછી તે સોશિયલ મીડિયા પર વાયરલ બની હતી.