(એજન્સી) ખારતોમ, તા.૧૪
સુદાને એવી આશા વ્યક્ત કરી છે કે યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ અઠવાડિયે વોશિંગ્ટન દ્વારા ખારતોમ પર લાદવામાં આવેલ પ્રતિબંધોને હટાવવા નિર્ણય લેશે. રાઈટ ગ્રુપ દ્વારા ગત દાયકાથી લાદેલ પ્રતિબંધોને હટાવવા માગણી કરી હતી. બુધવારે સુદાનના સિનિયર વિદેશ મંત્રી અબ્દેલઘાની ઈલનેઈમે એએફપીને જણાવ્યું, હવે સમય આવી ગયો છે સુદાન પર લાદવામાં આવેલ પ્રતિબંધોને હટાવવાનો, ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણય બદલ માત્ર સુદાનના નાગરિકો નહીં પરંતુ સમગ્ર આફ્રિકાના નાગરિકો રાહત અનુભવશે. ૧૯૯૭માં સુદાને મિલિટંટ ગ્રુપને મદદ કરવા બદલ વોશિંગ્ટને સુદાન પર આર્થિક પ્રતિબંધો લાદયા હતા. હાલ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રતિબંધો હટાવી લેશે. સુદાને એવી આશા વ્યક્ત કરી હતી.