(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૩૦
સમગ્ર રાજ્યમાં બાળકો ઉઠાવતી ટોળકી સક્રિય થઇ હોવાની અફવા વાયુવેગે પ્રસરી રહી છે. તે દરમ્યાન વડોદરા જિલ્લાનાં વાઘોડીયા તાલુકાના ગજાદરા ગામમાં એક અજાણ્યા વ્યકિતને ગામ લોકોએ બાળકો ઉઠાવનાર સમજીને દોરડાથી બાંધી ગામમાં ફેરવી મારમારી પોલીસને હવાલે કર્યો હતો. આ સમગ્ર ઘટનાનાં વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થયો છે. પોલીસ તપાસમાં આવેલ વ્યકિત માનસિક અસ્થિર હોવાનું અને તે ઓરીસ્સાનો રહેવાનો હોવાનું બહાર આવ્યું છે. પ્રાપ્ત થતી વિગત અનુસાર ગજાદરા ગામમાં અજાણી વ્યકિતને બાળકો ઉઠાવવાની શંકાએ લોકોએ ઝડપી પાડયો હતો. આ શંકાસ્પદ વ્યકિતએ ગામલોકોએ દોરડાથી બાંધીને ગામમાં ફેરવ્યો હતો. અને તેને મારમાર્યો હતો. શંકાસ્પદ વ્યકિત ગામ લોકો સામે પોતે બાળક ઉઠાવનાર નથી તેમ બે હાથજોડી તેની ભાષામાં કરગરતો રહ્યો હતો. તેને માર પણ માર્યો હતો. બાદમાં આ વ્યકિતને વાઘોડીયા પોલીસને હવાલે કરી દીધો હતો. આ ઘટના અંગે વાઘોડીયા પોલીસ મથકનાં પો.સ.ઇ. દર્શન રાવે જણાવ્યું હતું કે, આ ઘટનાનો વિડીયો સોશ્યલ મિડીયા ઉપર વાયરલ થયો છે. ગામનાં લોકોએ જે વ્યકિતને બાળક ઉઠાવનાર સમજીને મારમાર્યો છે તે વ્યકિત માનસિક રીતે અસ્થિર હોવાનું અને તે ઓરીસ્સાનો રહેવાસી હોવાનું જણાવી આવ્યું છે. હાલમાં તે ગામમાં કેવી રીતે પહોંચ્યો તે જાણવા માટે અમે ઓરીસ્સા વ્યકિતની મદદ લઇ રહ્યાં છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોઇપણ જાતની ખરાઇ કર્યા વિના નિર્દોષ વ્યકિત ઉપર બાળક ઉઠાવવાનો આરોપ મુકી કાયદો હાથમાં લેનાર વ્યકિતઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. લોકોને અપીલ પણ કરતાં જણાવ્યું હતું કે, ગામમાં જો કોઇ અજાણ વ્યકિત નજરે પડે તો તેની ખરાઇ કરવી જરૂર પડે તો પોલીસની મદદ લેવા જણાવ્યું છે. પરંતુ કાયદો હાથમાં લેવો નહીં.
વાઘોડિયાના ગજાદરા ગામમાં એક અજાણ્યા ઈસમેને ગામલોકોએ બાળકો ઉઠાવનાર સમજીને દોરડાથી બાંધી મારમાર્યો

Recent Comments