સિડની, તા.૧૩
ઇંગ્લિશ કાઉન્ટી ક્રિકેટમાં વૂસ્ટરશર તરફથી રમનાર ઓસ્ટ્રેલિયાનો એલેક્સ હેપબર્નને ઊંઘી રહેલી મહિલા પર દુષ્કર્મ કરવાનો દોષિત સાબિત થયો છે. આ ઘટના ૧ એપ્રિલ ૨૦૧૭ની છે. જ્યારે આ મામલામાં વૂસ્ટરશર ક્રાઉન કોર્ટે ૨૩ વર્ષના હેપબર્નને દોષિત જાહેર કર્યો તો તે પોતાની સીટ પર બેસી ગયો હતો અને પોતાના હાથથી ચહેરો ઢાંકી દીધો હતો.આ પહેલા આ ક્રિકેટરે મહિલા સાથે બળાત્કારના આરોપને નકારતા કહ્યું હતું કે તે મહિલાને પૂરી રીતે ખબર હતી કે શું થઈ રહ્યું છે. આ મામલામાં ૧૦ કલાક અને ૫૩ મિનિટની કાર્યવાહી પછી હેપબર્નને દોષિત માન્યો હતો.ઉલ્લેખનીય છે કે, આ પહેલા પીડિતાએ જૂરીના સભ્યને બતાવ્યું હતું કે તેને એ ખબર ન હતી કે તે ૨૩ વર્ષના હેપબર્ન સાથે છે. તેને લાગ્યું હતું કે તે ક્લાર્ક સાથે ઊંઘી રહી છે. તેણે કહ્યું હતું કે હેપબર્નના વાળને અડ્યા પછી ખબર પડી હતી તે ક્લાર્ક સાથે ન હતી.પીડિતાના મતે હેપબર્ન મારી સુંદરતાના વખાણ કરવા લાગ્યો હતો અને તેને શારીરિક સંબંધ બનાવવા માટે મનાવવા લાગ્યો હતો. પણ તેણે ના પાડી દીધી હતી. જો કે, આમ છતા તેણે જબરજસ્તી દુષ્કર્મ આચર્યું હતું.