(એજન્સી) કેરળ, તા.૨૨
ચામાચીડિયાની લાળથી ફેલાતા એક દુર્લભ વાયરસ નિપાહ જે ફ્લૂ જેવા લક્ષણોને કારણે મગજને નુકસાન પહોંચાડી શકે છે. તેના કારણે દક્ષિણ ભારતમાં ૧૦ લોકોનાં મોત થયા છે. આરોગ્ય અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું કે, ઓછામાં ઓછા બે વધુ કેસો દેખરેખ હેઠળ છે. ચેપી રોગના ફેલાવાને કારણે વિશ્વના બીજા સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ માટે પડકાર રૂપ બની શકે છે. કેરળ રાજ્યમાં ફાટી નીકળેલા નિપાહ વાયરસ માટે કોઈ રસી નથી. વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા મુજબ આ સામાન્ય સારવાર સહયોગીઓની દેખરેખથી શક્ય છે. આ અહેવાલોની પ્રતિક્રિયા આપતા ગોરખપુર ઓક્સિજન પુરવઠા દુર્ઘટનામાં સપડાયેલ ડૉ.કફીલખાને કેરળમાં નિપાહ વાયરસ પીડિત દર્દીઓની મદદ માટે ઓફર કરી છે. ડૉ.કફીલે ટિ્‌વટ કરીને જણાવ્યું કે, નિપાહ વાયરસ (એનઆઈવી)ના કારણે મૃત્યુદરમાં વધારો થયો નહીં પરંતુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેલાતી અફવાઓથી વિસ્ફોટ થયો. ડૉ.કફીલે મુખ્યમંત્રી પિનરાઈને કાલિકટ મેડિકલ કોલેજમાં નિર્દોષ જિંદગી બચાવવા તેમને સારવાર કરવા દેવા માટે મંજૂરી આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, ઉમદા કાર્યો માટે એમના જીવનનું બલિદાન આપવા તૈયાર છે. અગાઉ નિપાહ વાયરસથી મૃત્યુ પામેલ કેરળની નર્સ દ્વારા લખાયેલ પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ડૉ.કફીલે જણાવ્યું કે, તે જાપાનના એન્સેફાલિટીસની શરૂઆત પહેલાં જૂન મહિનામાં ઉત્તરપ્રદેશ પરત ફરશે. ડૉ.કફીલના સંદેશની પ્રતિક્રિયા આપતા મુખ્યમંત્રી પિનરાઈને ફેસબુક પર લખ્યુંં હતું કે, કોઝિકોડ જિલ્લામાં કેટલાક સ્થળોએ વાયરસનો ચેપ લાગ્યો છે. તેવા સ્થળોએ રોગ નિયંત્રણમાં સરકારની મદદ માટે ઘણા સ્વયંસેવકો સામે આવ્યા છે. ડૉ.કફીલખાન જેવા લોકો માટે કેરળમાં કામ કરવાની તકો પૂરી પાડવા સરકાર ખુશ છે.