પાલેજ, તા.૧૦
પાલેજ રાષ્ટ્રીય ધોરી માર્ગ ઉપર સર્વિસ રોડ ઉપર ઊભેલા ટ્રકની પાછળ પુરપાટ ઝડપે હાઈવા ટ્રક ધડાકાભેર અથડાતા હાઇવા ચાલકનું મોત નિપજ્યું હતું.પ્રાપ્ત માહિતી અનુસાર પાલેજ રાષ્ટ્રીય ધોરી માર્ગ નં-૪૮ ઉપર આવેલાં ફ્લાય ઓવર બ્રીજનાં ભરૂચ તરફથી વડોદરા તરફ જતાં છેડા ઉપર આવેલાં સર્વિસ રોડનાં ઉપર ઉભેલા ટ્રકની પાછળ મુંબઇથી દિલ્હી તરફ જતાં હાઈવા ટ્રક નંબર યુ.પી-૧૬,ઇ.પી ૬૬૯૪નો ડાઈવર બપોરનાં સમયે ભૂખ લાગતાં જમવા માટે હોટલ ઉપર આવવા સર્વિસ રોડ તરફ પુરપાટ ઝડપે ગફલત ભરી રીતે હંકારી જતાં રોડની બાજુમાં આવેલ સર્વિસ રોડ ઉપરનાં ડિવાઈડર સાથે અથડાઈ સર્વિસ રોડ ઉપર ઉભેલી ટ્રક નંબર જી.જે ૬,એ.યુ ૭૦૬૦ની પાછળનાં ભાગે ધડાકા ભેર અથડાતાં હાઈવા ચાલાક ચુનું શીંગ ક્રિષ્ના શીંગ, બિહારનાં શરીર તેમજ માથાનાં ભાગે ગંભીર ઇજાઓ થતાં મોત નિપજ્યું હતું. ટ્રક અને હાઈવા વચ્ચે અકસ્માતમાં હાઈવાની કેબીનનો ભાગ ઉભેલી ટ્રકમાંથી કાઢવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી. હાઈવાનાં અંદર કન્ડક્ટર જે ગુલમહમદ બુધા ખાન સેટી, રહે.બિહારનો ચમત્કારિક બચાવ થવા પામ્યો હતો. મરનારનું પી.એમ પાલેજની સરકારી હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું.