(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૨૩
વડોદરા નજીકથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર તરસાલી બાયપાસ નજીક ઊભેલી ટ્રકની પાછળ પૂરઝડપે આવી રહેલ અન્ય એક ટ્રક ભટકાતા ટ્રકનાં ડ્રાઇવરનું મોત નિપજ્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર વડોદરા નજીકથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર તરસાલી બાયપાસ નજીક ગઇકાલે એક અકસ્માત સર્જાયો હતો. અમદાવાદથી સુરત તરફ જઇ રહેલ ટ્રકનાં ચાલક ફતેસીંગ ટ્રકના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા તેઓનો ટ્રક આગળ ઊભેલા એક ટ્રકના પાછળનાં ભાગે પુરજોશમાં ભટકાઇ હતી. અકસ્માતમાં ગંભીર ઇજાઓને કારણે ફતેસીંગનું ગંભીર ઇજાઓને કારણે સ્થળ પર જ મોત નિપજ્યું હતું. ઘટનાના પગલે મકરપુરા પોલીસે ફતેસીંગના મૃતદેહને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
તરસાલી નજીક બે ટ્રક ભટકાતાં ડ્રાઈવરનું કરૂણ મોત

Recent Comments