નેશનલ જિયોગ્રાફિક દ્વારા ડ્રોનથી લેવામાં આવેલી વર્ષની કેટલીક શ્રેષ્ઠ તે તસવીરો અહીં રજૂ કરવામાં આવી છે. આ તસવીરોમાં આપણને મંત્રમુગ્ધ કરી દેનારી પ્રકૃતિની સુંદરતા જોવા મળે છે. અહીં કેટલીક તસવીરો તો એવી છે જેની આપણે કલ્પના સુદ્ધાં ન કરી હોય અથવા તો પ્રકૃતિનું આ રૂપ આપણને કોઈ ફિલ્મી દૃશ્યમાં જ જોવા મળ્યું હોય. આપણી આસપાસ સુંદર અને આકર્ષક પ્રકૃતિ હોય છે જે આપણને સ્વસ્થ જીવન જીવવા માટે એક પ્રાકૃતિક પર્યાવરણ પૂરું પાડે છે. લવંડરની વાડીમાં ઉનાળા દરમ્યાન પાકની લણણી કરવામાં આવી રહી હતી તે સમયની આ પ્રથમ તસવીર છે. તસવીરકારે બેકગ્રાઉન્ડમાં સૂર્યાસ્ત સાથે કલાસિક વ્યુ લેવાના બદલે ખેતરનો મૂળ હાર્દ જાળવી રાખે તેવી તસવીરો લેવાનું પસંદ કર્યું છે. (તસવીરકાર : જેરોમી કૉર્ટિયલ (ફ્રાન્સ).
બીજી તસવીરમાં ટ્રાંસિલ્વેનિયા જવા માટેનો આ અસીમ માર્ગ દેખાય છે. જે તસવીર ચિયા ડ્ઢદ્ગૈંછ રોડની છે. જે તમને રોમાનિયાના ટ્રાંસિલ્વેનિયા સુધી લઈ જાય છે. દંતકથા અનુસાર એ દૃશ્ય છે. જે ડ્રેક્યુબાએ પોતાની રાત્રિ સમયની ઉડાન સમયે જોયું છે. (તસવીરકાર : કાલિન સ્ટાન- રોમાનિયા)