અમદાવાદ, તા. ર૧
રાજ્યમાં નશાખોરીના કાળા-કારોબારના અવાર-નવાર કિસ્સાઓ સામે આવે છે તેવામાં અમદાવાદના એરપોર્ટ પરથી એક નાઈઝિરિયન શખ્સની ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી છે. આ નાઈઝિરિયન શખ્સ દુબઈથી અમદાવાદમાં આવતો હતો તેણે પોતાના પેટમાં ડ્રગ્સ સંતાડ્યું હતું પરંતુ એરપોર્ટ પર સુક્ષ્મ તપાસ દરમિયાન સ્કેનરમાંથી પસાર થતાં ટૌન વાગી હતી ત્યારે પોલીસને શંકા જતાં તેને ઝડપીને પૂછપરછ કરવામાં આવી હતી પણ યોગ્ય જવાબ ન મળતા એસ.ઓ.જી. દ્વારા તેને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો જ્યાં તેનું ઓપરેશન કરવામાં આવ્યું છે અને હાલ ડ્રગ્સ બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.