અમદાવાદ, તા.રર
સ્વસ્થ ભારત મિશન હેઠળ દેશવાસીઓને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવાની ઝુંબેશ હાથ ધરાઈ છે. પરંતુ કેટલાક લેભાગુ તત્ત્વો આર્થિક લાભ માટે લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરે છે. ત્યારે આવા તત્ત્વોનો નાશ કરવા સરકારે કડક પગલાં ભરવા જોઈએ. અમદાવાદમાં નકલી દવાઓનું વેચાણ કરતી એજન્સી પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તવાઈ બોલાવી છે. બંને એજન્સી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. ત્યારે નકલી દવા વેચનારામાં ફફડાટ ફેલાયો છે.
રાજ્યમાં બ્લડપ્રેશરની નકલી દવાઓ ઘૂસાડવાનું ષડયંત્રનો પર્દાફાશ થયો છે. નકલી દવાઓ પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તવાઈ બોલાવી છે. બ્લડ પ્રેશરની નકલી દવાઓનું વેચાણ કરતી એજન્સી સામે કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદની બે પેઢી પર રેડ કરી રૂ. ૩ લાખનો માલ જપ્ત કરવામાં આવ્યો છે. જયપુરથી દર્શ ફાર્મા દ્વારા દવાનો જથ્થો અમદાવાદ ડિસ્પેચ કરાયો હતો.
જૂન મહિનાથી અત્યાર સુધીમાં ૧૨,૯૦૦ સ્ટ્રીપનો દવાનો જથ્થો સપ્લાય કર્યો હતો. ગુજરાતમાં સપ્લાય થયેલી ૧૨,૯૦૦ પૈકી માત્ર ૨,૫૦૦ સ્ટ્રીપ જ જપ્ત કરવામાં આવી છે. અમદાવાદની એજન્સી શારદા મેડિકલમાં ૩,૭૪૦ અને આરાધ્યા મેડિકલમાં ૯,૧૬૦ સ્ટ્રીપનો સપ્લાય કરવામાં આવી હતી. દેશભરમાં કંપનીએ એપ્રિલથી અત્યાર સુધી ૩૧,૫૬૮ સ્ટ્રીપ વેચી છે. હજુ પણ બાકીની દવા માર્કેટમાં યથાવત અથવા લોકોએ આ દવાનો ઉપયોગ કર્યો હોવાની આશંકા છે. જો કે, કેન્સરથી લઇને ઇન્ફર્ટિલિટી સુધીનું નુકસાન નકલી દવાથી થઇ શકે છે. વ્યક્તિ બેભાન પણ થઈ શકે છે. નકલી દવાથી ચામડીના રોગો થવાનો ભય રહે છે. ડાયાબિટીસ, કિડની, હાર્ટ, બીપી માટે નકલી દવાથી અનેક સમસ્યા થઇ શકે છે. વારંવાર આ દવાના ઉપયોગથી ઉલટીઓ પણ થઇ શકે છે. દવાની અસર ન રહેતાં દર્દીને વધુ નુકસાન થઇ શકે છે. પુરતી માત્રામાં સબસ્ટેન્સ ન મળતાં ડાયાબિટીસના દર્દીમાં સુગર વધઘટ જોવા મળે છે. એટલે ડોક્ટર જે બ્રાંડની દવા લખી હોય તે જ દવા લેવાનો આગ્રહ રાખો. બ્રાન્ડિંગ તપાસીને જ યોગ્ય દવા લેવી જોઈએ. સરકારી જેનરિક દવાની દુકાનમાં પણ સબસ્ટેન્સ તપાસીને જ દવા લેવી જોઇએ. દવા લીધા પછી કોઇ સાઇડ ઇફેક્ટ હોય તો ડોક્ટરી તપાસ તુરંત કરાવવી જરૂરી છે.
અમદાવાદમાં નકલી દવા વેચતી બે એજન્સીઓ પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા

Recent Comments