(એજન્સી) દુબઈ, તા.૮
તે દુબઈની રાજકુમારી છે. સોનના ખંજરમાં કેદ છે. આઝાદી ઈચ્છે છે. એક દિવસ સમુદ્રના રસ્તે નીકળી પડી. મનમાં હતું, સારે જહાં સે અચ્છા… ભારતને આશા હતી કે, દુનિયાનો સૌથી મોટા લોકતંત્રમાં ખુલા આસમાનમાં તેને ઉડવા માટે પાંખો મળશે. પરંતુ શિકારી ઘાત લગાવી બેઠ્યા હતા. કિનારો આવતા પહેલાં જ તમામ અરમાનો અરબ સાગરમાં ગરકાવ થઈ ગયા. આ કોઈ મનઘડત કહાની નથી. સત્ય ઘટના છે. હાલમાં અગસ્ટા વેસ્ટલેન્ડ ડીલ સોદાના દલાલનું ભારતમાં પ્રત્યાર્પણ થયું, જે સામાન્ય પ્રતિક્રિયા છે કે કોઈ સોદો. આ સવાલ રાજનીતિક ક્ષેત્રે ચર્ચામાં છે. સોદો એવો પણ હોઈ શકે કે મોદી સરકારે આઝાદી માટે તત્પર દુબઈની રાજકુમારીને પુનઃ કેદ કરાવી. જો કે વેસ્ટલેન્ડ હેલિકોપ્ટરના આરોપીઓને ઈટાલીની કોર્ટે મુક્ત કરી દીધા છે. મનમોહન સરકારે સોદો રદ કર્યો હતો. પરંતુ રેલીઓમાં મોદીએ દલાલ મિશેલના સહારે જ પ્રહારો કર્યા. તેના પરથી લાગે છે કે રાફેલનો જવાબ મળી ગયો છે. ચોકીદાર ચોરનો જવાબ, કઈ વિધવાના ખાતામાં પૈસા ગયા..? પરંતુ સૂત્રોના કહેવા મુજબ આ બધું એક રાજકુમારીની કિંમત પર થયું. એમ્નેસ્ટીએ તે માટે મોદી સરકારને જવાબદારી બતાવી. રાજકુમારી લતીફા દુબઈની શેખ મોહમ્મદ રાશિદની બેટી છે. ર૪ ફેબ્રુઆરીએ તે દેશમાંથી ફરાર થઈ ગઈ હતી. તેણીએ આરોપ મૂક્યો હતો કે, ત્રણ વર્ષથી તેને હોસ્પિટલમાં બંધક રખાઈ હતી. બ્રિટિશ મીડિયાને મોકલેલા સંદેશમાં ૩૩ વર્ષની શેખ લતીફાએ દાવો કર્યો હતો કે, તેણીએ ૧૬ વર્ષની ઉંમરે દેશ છોડવાની કોશિશ કરી હતી. તેના પર નિગરાની હતી. તે આઝાદી ઈચ્છતી હતી. ર૦૦૦ના વર્ષ બાદ દેશ છોડવા પર તેના માટે પ્રતિબંધ હતો. મોટર ચલાવી શકતી ન હતી. જાનવરો સિવાય તેનું કોઈ મિત્ર નથી. લતીફાના કહેવા મુજબ શેખ મોહંમદને છ પત્નીઓ છે જેના ૩૦ બાળકો છે. તેનું કોઈ સામાજિક જીવન નથી. લતીફા ફ્રાંસની મદદથી ફરાર થઈ ગઈ. તે અમેરિકામાં રાજનીતિક શરણ ઈચ્છતી હતી. ભારત થઈ અમેરિકા જવું હતું. તેની મોટરબોટ ગોવા નજીક હતી ત્યારે તટ રક્ષકોએ તેને પકડી લીધી. પછી દુબઈના અધિકારીઓને સોંપી દેવાઈ. ૧૦-૧૧ માર્ચમાં ભારતીય અખબારોમાં આ ખબર છપાઈ હતી. ભારતે આ ઘટના અંગે ચૂપકિદી સેવી હતી. ત્યારબાદ દલાલ મિશેલના પ્રત્યાર્પણનો મામલો તેજ બન્યો. સ્પષ્ટ છે કે દુબઈના શાસક સાથે આ લેણ-દેણનો કિસ્સો છે. તેનાથી ભારતની શાખ પર કલંક લાગ્યું છે. એમ્નેસ્ટીએ ભારત પર આંતરરાષ્ટ્રીય કાનૂનોના ઉલ્લંઘનનો આરોપ મૂક્યો છે. ક્રૂ મેમ્બરોની મારઝૂડનો પણ આરોપ છે. આવું ગુપચુપ કામ કરવું એ ભારતીય રાજનીતિની પરંપરા નથી . એક શરણાર્થી મહિલા સાથે આવો વ્યવહાર વિચારી પણ શકાય નહીં. પરંતુ આ નહેરૂનું નહીં મોદીનું ભારત છે. પ્રત્યાર્પણમાં રાષ્ટ્રીય સલાહકાર ડોભાલની મહત્ત્વની ભૂમિકા હોવાનું ચર્ચાય છે. સીબીઆઈએ કહ્યું કે, અજીત ડોભાલના નિર્દેશન બાદ ક્રિશ્ચિયન મિશેલનું પ્રત્યાર્પણ કરાયું છે.

દુબઈની રાજકુમારીના અપહરણ અંગે યુનોની સમિતિએ ભારતનો જવાબ માંગ્યો

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા બળજબરીથી ગુમ કરાયેલ લોકોની શોધખોળ માટે સમિતિ બનાવાઈ છે. આ સમિતિએ દુબઈની રાજકુમારીના શંકાસ્પદ અપહરણ અંગે ભારતને પત્ર લખી જવાબ માંગ્યો છે. દુબઈના શાસક અને યુએઈના વડાપ્રધાન શેખ મોહમ્મદ રશીદની પુત્રી શેખ લતીફા માર્ચમાં અમેરિકાના ઝંડાવાળી એક નૌકામાં સવાર થઈ દુબઈથી ફરાર થઈ ગઈ હતી. તેનું ગોવા નજીક દરિયામાં અપહરણ કરી લેવાયું હતું. રાજકુમારી લતીફાની ફરિયાદ હતી કે તેના પિતા તેને બંદી બનાવી રાખે છે. તે માર્ચમાં ૩૦ બાળકો સાથે ભાગી છૂટી. રિપોર્ટ મુજબ ભારતીય સમુદ્રમાં પહોંચ્યા બાદ રાજકુમારીની નૌકાને ભારતીય સેના અને યુએઈની સેનાએ મળી રોકી હતી. ત્યારબાદ બળજબરીથી તેને સાથે લઈ ગયા. ત્યારપછી રાજકુમારી લતીફા ગુમ છે. દુબઈ સરકારી મીડિયાએ આ મુદ્દો ઉઠાવતા લતીફાને તેના પરિવાર સાથે હાજર બતાવી હતી. આ મુદ્દે યુનોની સમિતિએ ભારત સાથે ગુપ્ત વાતચીત કરી છે તેમજ ભારતને પત્ર લખવાનું કબૂલ્યું છે.