(સંવાદદાતા દ્વારા) સુરત, તા. ૧૦
શહેરના રિંગરોડ વિસ્તારની રાધાકૃષ્ણ ટેક્સટાઈલ માર્કેટમાં ચોરી થયા બાદ વેપારીઓએ દુકાનો બંધ રાખી માર્કેટના મુખ્ય દરવાજે ભેગા થઇ વિરોધ નોંધાવી હોબાળો મચાવતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના રિંગરોડ વિસ્તારમાં આવેલી રાધાકૃષ્ણ માર્કેટનો એક સિક્યોરિટી ગાર્ડ ગ્રે તાકાઓની ચોરીમાં ઝડપાતા વેપારીઓમાં રોષ ફેલાયો હતો. બુધવારે બપોરના બે વાગ્યાથી શરૂ થયેલી આ ધમાલ સાંજના ૬-૭ વાગ્યા સુધી આવી હતી. માર્કેટ મેનેજમેન્ટે તો વેપારીની ફરિયાદ બાદ સિક્યુરિટી ગાર્ડ અને તેને સાંકળતા વીડિયો ફૂટેજ પોલીસને સુપરત કરી દીધા હતા અને આજે માર્કેટ બંધ પાળી વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. રોષે ભરાયેલા વેપારીઓએ માર્કેટની સિક્યોરિટી એજન્સીને બદલવાની માંગણી કરી હતી. રોષે ભરાયેલા વેપારીઓએ આ ચોરીમાં માર્કેટ મેનેજમેન્ટના કર્મચારીઓની પણ સંડોવણી હોવાનું જણાવ્યું હતું. વેપારીઓએ કહ્યું હતું કે, દુકાનની બહાર લાગેલા સીસીટીવી કેમેરા હટાવી દેવા પણ માર્કેટ મેનેજમેન્ટે સૂચન કર્યુ હતું. વધુમાં મળતી માહિતી અનુસાર આરકેટીમાં ઉષા ફેશન કોટન અને ડ્રેસ મટિરિયલ્સ નામની દુકાનમાંથી છેલ્લા બે મહિનાથી ૨૧ લાખ રૂપિયાના તાકા ચોરાઈ જવા હતા. દુકાન માલિક આશિષ ઠાકુરને અઠવાડિયા પહેલા શંકા ગઈ હતી. તેઓએ શનિવારે સાંજે દુકાન બંધ કરી હતી. તે સમયે તમામ માલની ગણતરી કરી અને દુકાનમાં જે રીતે ગોઠવેલા તેના ફોટો પાડી લીધા હતા. સોમવારે દુકાન ખોલી ત્યારે તેમને શંકા ગઈ કે તાકા ઓછા થયા છે. માર્કેટમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતા જણાવ્યું કે, રવિવારે સાંજે ૧૦થી ૧૨ જણા ચોરીને જઈ રહ્યા છે. તેમાં એક માર્કેટનો ચોકીદાર રામ જેઠાભાઈ મોઢવડિયા હતો એટલે પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે રામ મોઢવડિયાની પૂછપરછ કરી હતી. તેણે ચોરીની કબુલાત કરી હતી. ચોરીનો માલ લિંબાયતમાં નારાયણનગરના ગોડાઉનમાં રાખેલો હોવાની હકીકત જણાવતા સલાબતપુરા પોલીસે ત્યાં તપાસ કરી હતી. ત્યાં ગોડાઉનમાંથી લાખો રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો. હાલમાં આશિષ ઠાકુરે આરોપી રામ મોઢવડિયા અને તેના રિંગરોડ ખાતે આવેલી રાધાકૃષ્ણ ટેક્સટાઈલ માર્કેટમાં ચોરી થયા બાદ આજે વેપારીઓએ દુકાનો બંધ રાખી છે. માર્કેટના મુખ્ય દરવાજે વેપારીઓ અને કારીગરો ભેગા થઈ વિરોધ નોંધવતા હોબાળો મચી ગયો હતો. જેથી પોલીસ દોડી આવી હતી. દરમિયાન વેપારીઓ દ્વારા યોગ્ય કાર્યવાહીની માંગ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.