(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૭
રૂઘનાથપુરાના સૌરાષ્ટ નાગરિક ધિરાણ સહકારી મંડળીની ખરીદાયેલી ચાર દુકાનમાં ધસી આવેલા બિલ્ડિંગના ૩૫થી વધુના ટોળાએ તોડફોડ કરી રિનોવેશનનું કામ બંધ કરાવી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ ચોક પોલીસ મથકે નોંધાયો હતો. ચોક પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કતારગામના વિશાળનગરમાં રહેતા ભીખાભાઈ ભગવાનભાઈ માલકીયાએ ચોક બજાર પોલીસ મથકમાં આપેલી ફરિયાદ મુજબ રૂઘનાથપુરાની સૌરાષ્ટ નાગરિક ધિરાણ સહકારી મંડળી સિંગણપોરના કોઝવે રોડ પરના રૂદ્રાક્ષ નામની વિંગએમાં ચાર દુકાન ખરીદી હતી. જેમાં રિનોવેશનની કામગીરી ચાલતી હતી. આ દુકાન તરફથી માર્જીનની જગ્યા છોડીને ૨૫ ફૂટનો ટી.પી. રોડ આવેલો છે. જેનો ઉપયોગ બિલ્ડિંગના રહેવાસીઓ કરતા હતા. ભવિષ્યમાં ટી.પી. રોડ બંધ થઈ જાય તેમ હોય આરોપીઓએ ફરિયાદીની દુકાનની બાજુની દિવાલતોડી નાખી રિનોવેશનનું કામ બંધ કરાવી દઈ દુકાન નં. ૪ અમોને આપી દો તેમ કહી ફરિયાદીને ગાળો આપી દુકાનના શટરો કાઢી નાખી ઓટલો તોડી નાખી જાનથી મારી નાખવાનીધ મકી આપી હતી. ચોક પોલીસે ૩૪થી ૩૫ના ટોળાં વિરુદ્ધ ગુનો નોધી તપાસ હાથ ધરી છે.