(એજન્સી) નૈનિતાલ, તા.૧
ઉત્તરાખંડના ટિહરી જિલ્લાના ઘનસાલીમાં લઘુમતી સમુદાયના યુવક પર કિશોરીને છેડતી કરવાના આરોપને પગલે વિસ્તારમાં તંગદિલીભર્યું વાતાવરણ બન્યું હતું. કેટલાક અસામાજિક તત્ત્વોએ અનેક દુકાનોમાં તોડફોડ મચાવી હતી.
અહેવાલ મુજબ ઘનસાલીમાં સ્થાનિકોએ વાળંદ તરીકે કામ કરતા લઘુમતી સમુદાયમાં યુવકને અન્ય સમુદાયની કિશોરી સાથે એક હોટલમાં ઝડપી લીધો હતો. ત્યારબાદ આ વિસ્તારમાં વાયુવેગે આ સમાચાર ફેલાઈ ગયા હતા અને શહેરના વાતાવરણમાં તંગદિલી સર્જાઈ હતી. લઘુમતી સમુદાય વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન કરીને લોકોએ બજાર બંધ કરાવ્યું હતું સાથે જ કેટલાક અસામાજિક તત્ત્વોએ લઘુમતી સમુદાયની દુકાનોમાં તોડફોડ મચાવી હતી. ત્યારબાદ આ વિસ્તારમાં ભારે પોલીસ બળ તૈનાત કરી દેવામાં આવ્યું છે. આ મામલે એડીજી જણાવ્યું કે, આરોપી વિરૂદ્ધ આઈપીસી ધારાઓ હેઠળ કેસ દાખલ કરાયો છે.
એમણે કહ્યું કે, આરોપી સાથે મારપીટ કરનાર લોકો વિરૂદ્ધ કાયદો હાથમાં લઈને અરાજકતાનો માહોલ સર્જવા બદલ સખત કાર્યવાહી કરવામાં આવશે.