(એજન્સી) તા.ર૬
લોકસભા ચૂંટણીમાં નેતાઓના જેમ-તેમ નિવેદન અને તીખા કટાક્ષનો ક્રમ જારી છે. આરજેડી નેતા અને બિહાર વિધાનસભામાં નેતા પ્રતિપક્ષ તેજસ્વી યાદવે ભાજપ નેતાના આવા જ એક કટાક્ષનો જવાબ આપ્યો છે.
જો કે ભાજપ નેતા મંગલ પાંડેએ ટ્‌વીટ કરી તેજસ્વી યાદવ પર કટાક્ષ કર્યો. મંગલ પાંડેએ ટેક્સ્ટ લખેલો એક ફોટો ટ્‌વીટ કર્યો. જેમાં લખ્યું તેજસ્વીજી તમારા મહાગઠબંધનની જાનનો વર કોણ છે ? જવાબ આપો, તેમજ ફોટોની સૌથી ઉપર લખ્યું છે જવાબ તો આપવો પડશે. ત્યાં આ ફોટો પોસ્ટને મંગલ પાંડેએ કેપ્શન દેતા લખ્યું જવાબ આપો. ત્યાં ટ્‌વીટર પર તેજસ્વી યાદવને ટેગ પણ કર્યો. જેના જવાબમાં તેજસ્વી યાદવે ટ્‌વીટ કર્યું. મંગલ પાંડેના પ્રશ્નના જવાબમાં તેજસ્વીએ લખ્યું, ‘‘પાંડે જી, જવાબ એ છે કે, પહેલા બતાવો દુલ્હન કોણ છે, કેવી છે, ક્યાં છે, ખાનદાન કેવું છે ? વર, જાન, બેન્ડ-બાજા બધું તૈયાર છે. દુલ્હનને તૈયાર કરાવો. તેજસ્વી યાદવે બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર પર પણ ટ્‌વીટર દ્વારા નિશાન સાધ્યું. બેગુસરાયથી ભાજપ ઉમેદવાર ગિરીરાજસિંહના નિવેદન પર નીતિશ પર હુમલો કરતા તેજસ્વીએ જણાવ્યું કે, તમારી અંતરાત્મા ક્યાં ગઈ. તેજસ્વીએ ટ્‌વીટ કરી લખ્યું, નીતિશ કુમારની તથા કથિત ગાંધીગીરીનું અપમાન કરતા વિષરાજસિંહ નીતિશકુમાર તેમનો હાથ પકડીને જોલી ફેલાવી વોટ માંગી રહ્યા છે. ક્યાં ગઈ નીતિશકુમારની અંતરાત્મા. ખબરદાર કાકા, આગળથી બાબુ ગાંધીનું નામ લીધું તો શરમ તો આવતી નહીં હોય.