અમદાવાદ, તા.૧૬
શહેરના શાહીબાગમાં ડમ્પર અને એક્ટિવા વચ્ચે અકસ્માત થતા ધો.૧૧માં અભ્યાસ કરતી હેતાંશી પટેલ નામની એક વિદ્યાર્થીનીનું કરૂણ મોત નીપજ્યું હતું. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા અને વિદ્યાર્થિનીના મોતને લઇ ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. આ અકસ્માતમાં અન્ય એક વ્યકિતને પણ ઇજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ પણ તાત્કાલિક ત્યાં દોડી આવી હતી અને ડમ્પરચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, ધો.૧૧માં અભ્યાસ કરતી હેતાંશી પટેલ નામની વિદ્યાર્થિની આજે પોતાના ઘેરથી હેલ્મેટ પહેર્યા વિના પોતાના એક્ટિવા પર ટયુશન જવા માટે નીકળી હતી. ત્યારે શાહીબાગ વિસ્તારમાં ઘેવર સર્કલ પાસેથી પસાર થઇ રહી હતી એ વખતે પૂરપાટઝડપે આવી રહેલા એક ડમ્પરચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે હંકારી આ વિદ્યાર્થિનીને જોરદાર રીતે અડફેટે લીધી હતી. જેના કારણે વિદ્યાર્થિની એક્ટિવા પરથી ફંગોળાઇ હતી અને જમીન પર પટકાતાં ડમ્પર નીચે કચડાવાથી ગંભીર ઇજાઓ થવાના કારણે મોતને ભેટી હતી. આ અકસ્માતમાં અન્ય એક વ્યકિતને પણ ઇજા પહોંચી હતી. જો કે, યુવતીના મોત બાદ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટયા હતા અને યુવતીના મોતને લઇ ભારે અરેરાટીની લાગણી વ્યકત કરતાં જોવા મળ્યા હતા. અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસ પણ તાત્કાલિક ત્યાં દોડી આવી હતી અને તાત્કાલિક ડમ્પર ચાલકની અટકાયત કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે ડમ્પર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્વયાહી હાથ ધરી છે.
શાહીબાગમાં ડમ્પર ચાલકની ટક્કરથી વિદ્યાર્થીનીનું મૃત્યુ

Recent Comments