(એજન્સી) ઢાકા, તા.૧૮
બાંગ્લાદેશમાં ડુંગળીની તીવ્ર અછતને જોતાં સરકારે હવાઈજહાજ મારફતે તેની આયાત કરવાનો નિર્ણય કર્યો છે. એશિયાઈ દેશોમાં પાકિસ્તાન, ભારત, બાંગ્લાદેશમાં ડુંગળીની ભારે અછત સર્જાઈ છે. ભારતે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકયો છે જેથી બાંગ્લાદેશમાં ડુંગળી ર૬૦ રૂપિયા કિ.ગ્રા. મળે છે. વડાપ્રધાન શેખ હસીનાની થાળીમાંથી પણ ડુંગળી ગાયબ છે તેથી આયાત કરવા હવે હવાઈજહાજનો ઉપયોગ કરાશે. બાંગ્લાદેશમાં ડુંગળીની કિંમત રૂા.ર૬૦ કિ.ગ્રા.થી ઉપર પહોંચી છે. વડાપ્રધાન શેખ હસીનાના પ્રેસ સેક્રેટરીએ કહ્યું કે, ડુંગળી વિમાન મારફતે મંગાવાશે. વડાપ્રધાને ભોજનમાં પણ ડુંગળી બંધ કરી છે. ચીંતાગોંગ બંદરે ડુંગળીની આયાત કરાઈ છે જે મ્યાનમાર, તુર્કી, ચીન અને ઈજિપ્તથી આયાત કરાઈ છે. રાજધાની ઢાકામાં ૪પ રૂા. કિ.ગ્રા. રાહતના દરે ટીસીબી દ્વારા વેચાણ કરાય છે. ડુંગળી કેન્દ્રો પર ઘણી ભીડ જોવા મળે છે. બાંગ્લાદેશમાં ડુંગળીની કિંમતો કદી વધી ન હતી. ૪૧ વર્ષમાં પહેલીવાર ડુંગળી મોંઘી બની. સંખ્યાબંધ લોકોએ ડુંગળી ખાવાની બંધ કરી છે. બીજી તરફ પાકિસ્તાનમાં ટામેટાની કિંમત રૂા.ર૬૦ રૂા. કિ.ગ્રા. ઉપર પહોંચી છે. ડુંગળી પણ ૧પ૦ રૂા. કિ.ગ્રા.થી વધુ ભાવે વેચાઈ રહી છે.