નડિયાદ, તા.ર૯
નડિયાદ અને ચકલાશીના બે યુવકોએ ભેગા મળી લોકોના ચૂંટણી કાર્ડમાં ભૂલ હોય તો કોઈ જાતના ફોમની વિધિમાં પડયા વગર બારોબાર રૂપિયા લઈ બનાવી આપવા હાથ ધરેલા કારસ્તાનને એલ.સી.બી. પોલીસે ખુલ્લું પાડી બેની અટકાયત કરી છે ૨૯ બોગસ કાર્ડ જપ્ત કારિયા છે.
દરમ્યાન પો.કો. કનકસિંહને બાતમી મળેલ કે ફિરોજ હબીબ વ્હોરા રહે. નડીયાદનો ચકલાસી ગામે પોતાના મિત્ર મુકેશ કાન્તી વાઘેલા રહે. પાટવી ફળીયું ચકલાસીનાઓના ઘરે બેસીને પાસ પોર્ટ બનાવવા માટે વોટરકાર્ડમાં ભુલ હોય તો તે ભુલને કોઇપણ આધાર પુરાવા વગર તેમજ કોઇ અધિકારીની મંજુરી વગર સુધારી લેમીનેશનવાળુ વોટર કાર્ડ બનાવી સાચા તરીકેનો ઉપયોગ કરે છે. તે આધારે તેના ઘરે ટીમ સાથે જઇ ઝડતી તપાસ કરતા તેઓના ઘરેથી એક કોમ્પ્યુટર, સી.પી.યુ., મોનીટર, કી બોર્ડ માઉસની ચુટણી કાર્ડ ચાર ગ્રીન કલરના એક સફેદ કલરના હાથાવાળા પ્લાસ્ટીકના પાંચ સ્ટેમ્પ સિક્કા એક સ્ટેમ્પ પેડ એક સ્ટેપલર એક ગુંદર સ્ટીક ચુંટણી કાર્ડ લેમીનેશન કરવાના પાઉચ નંગ-૪૩ તેમજ એલ્યુમીનીયમની પેટી બે મોબાઇલ અંગ જડતીના રોકડા રૂા.૭૦૦/- મળી કુલ કિંમત રૂા.૧૯,૯૭૩/- નો મુદ્દામાલ સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબ્જે કરી સદર બન્ને ઇસમોની પાસેથી મળી આવેલ ન હોઇ જેથી સદર બંન્ને ઇસમોની સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ અટક કરેલ છે.
મુકેશ ચુંટણી શાખામાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કોન્ટ્રાક્ટ ઉપર નોકરી કરે છે જેનો ફાયદો ઉઠાવી પોતાના ઘરે જૂના વોટર કાર્ડના સિલ્વરલોગો તથા ઓફિસના સહી સિક્કાના સ્ટેમ્પ વિગેરે લઇ જઇ રૂ.૨૦૦/- માં તાત્કાલિક જરૂરી નામ સરનામાનું આધાર વગરનું વોટરકાર્ડ બનાવી આપતો હોવાનુ તેમજ આરોપી નં.૨નાનો પાસપોર્ટનુ કામકાજ કરતો હોય પાસપોર્ટ માટે આવશ્યક નામ સરનામાવાળુ ઓળખકાર્ડ તરીકે વોટરકાર્ડ (ચૂંટણીકાર્ડ) બનાવડાવવા આરોપી ફિરોઝનો સંપર્ક કરી તેની પાસે બનાવડાવી તે આધારે પાસપોર્ટ બનાવતો હોવાનુ તપાસ દરમ્યાન જણાઇ આવેલ છે. જેમાં તેઓએ ૧૫૦થી વધુ આવા વોટરકાર્ડ બનાવેલાનો હાલ એકરાર કરે છે.
બંન્ને આરોપીઓની સઘન પૂછપરછ તેમજ ચુંટણી અધિકારી ખેડા જીલ્લાનો સંપર્ક કરી આગળની તપાસ પોલીસ ઇન્સપેક્ટર વી.જે.રાઠોડ તથા એલ.સી.બી. ટીમ કરી રહેલ છે. અને તે આધાર પુરાવા એકત્રિત કરી ગુનો રજી કરવાની તજવીજ કરેલ છે.