(એજન્સી) તા.૧૯
કર્ણાટક વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે. રાજ્યના બે મુખ્ય હરીફ પક્ષો કોંગ્રેસ અને ભાજપ જીત માટે જોર લગાવી રહ્યા છે. મોદી અને શાહ રેલીઓ યોજી રહ્યા છે અને સાથે રાહુલ ગાંધી પણ જન આશીર્વાદ યાત્રા યોજી રહ્યા છે. દરમિયાનમાં બનાવટી મતદાર ઓળખપત્રનો કૌભાંડ બહાર આવતા બન્ને પક્ષો એકબીજા ઉપર આક્ષેપો મૂકી રહ્યા છે. મંગળવારે ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, રાજા રાજેશ્વરી નગર મતવિસ્તારના એક ફલેટમાંથી ૯૭૪૬ બનાવટી ઓળખપત્રો મળી આવ્યા હતા. ભાજપાએ પંચ સમક્ષ માગણી રદ કરવાની માગણી કરી હતી પણ પંચે ઈન્કાર કર્યો છે. રાહુલ ગાંધીએ ગઈકાલે કહ્યું હતું કે, જો કોંગ્રેસ જીતશે તો હું વડાપ્રધાન બનીશ. આ મુદ્દે મોદીએ કહ્યું કે, આ રાહુલનો અભિયાન છે જે પોતે જ પોતાની જાહેરાત કરે છે. એમણે કોંગ્રેસ ઉપર જાતિવાદ અને કોમવાદ ફેલાવવાના આક્ષેપો મૂકયા હતા. બનાવટી મતદાર ઓળખપત્રો બાબત સામસામે આક્ષેપો કરાઈ રહ્યા છે. આ બાબત કોંગ્રેસે ચૂંટણી કમિશનરને આવેદન પત્ર આપ્યું હતું. રાહુલ ગાંધીએ ગારમેન્ટ ઉદ્યોગની મહિલા કર્મચારીઓ સાથે વાતચીત કરી હતી અને એમના પ્રશ્નો જાણવાનો પ્રયાસ કર્યો હતો.

કર્ણાટક ચૂંટણી : બેંગ્લુરૂના મકાનમાંથી ૧૦,૦૦૦ નકલી ચૂંટણી ઓળખકાર્ડ મળી આવ્યા

નવી દિલ્હી, તા.૯
કર્ણાટકમાં કાલે રાત્રે એક ફ્લેટમાંથી લગભગ ૧૦ હજાર ચૂંટણી કાર્ડ મળવાના કારણે ચકચાર મચી ગયો છે. પોલીસે આ ફ્લેટમાંથી કોમ્પ્યુટર પ્રિંન્ટર અને મોટી સંખ્યામાં ચૂંટણીકાર્ડ જપ્ત કર્યાં છે. ભાજપે આરોપ લગાવ્યો છે કે આ એપાર્ટમેન્ટ એક કોંગ્રેસી નેતાનો છે અને કોંગ્રેસ ચૂંટણી જીતવા માટે બેઇમાની પર ઉતરી આવી છે.
મતદાનના ગણતરીના દિવસો પહેલાં ચૂંટણી ષડ્યંત્રના આ પુરાવા બેગલુરુના જાલહલ્લી વિસ્તારના એસેલ વી પાર્ક વ્યૂ એપાર્ટમેન્ટમાંથી મળ્યાં છે. ફ્લેટ નં. ૧૧૫માં રેડ પાડવાથી આટલી મોટી સંખ્યામાં નકલી ચૂંટણીકાર્ડ મળી આવતાં ચૂંટણી પંચની ટીમ પણ સ્તબ્ધ થઇ ગઇ.
જ્યારે રેડ પાડવામાં આવી તે સમયે ત્યાં મોટી સંખ્યામાં ભાજપ અને ત્નડ્ઢજીના કાર્યકર્તાઓ અને નેતાઓ હતાં તેથી ત્યાં હોબાળો સર્જાયો અને મારામારી પણ થઇ હતી. હજારોની સંખ્યામાં મળેલા આ ચૂંટણીકાર્ડની ચૂંટણીપંચના અધિકારીઓએ તપાસ કરી તો આ ચૂંટણી કાર્ટ અસલી નિકળ્યાં. ઘટનાની ગંભીરતાને લઇને મુખ્ય ચૂંટણીપંચે પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું કે, ફ્લેટમાં ચૂંટણી કાર્ડ ક્યાંથી આવ્યા, કોણે મંગાવ્યા, આ અંગેના ષડ્યંત્રની તપાસ કરી સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. ચૂંટણી પંચે હ્લૈંઇ નોંધી છે.

કર્ણાટક ચૂંટણીઓ : ચૂંટણી પંચ એક અશક્ત સંસ્થા પુરવાર થઈ રહી છે

(એજન્સી) તા.૯
કર્ણાટકની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે પ્રચાર તીવ્ર થઈ રહ્યો છે. ચૂંટણી પંચ હંમેશની જેમ ચૂંટણીમાં કરાતા મોટા ખર્ચાઓને રોકવામાં નિષ્ફળ રહ્યો છે. ચૂંટણી પંચ એક નબળી સંસ્થા તરીકે પૂરવાર થઈ રહી છે. એ ફરીથી નફરત ફેલાવનાર ભાષણો, કોમી ધ્રુવીકરણ, ચૂંટણીઓમાં પૈસાનો થતો દુરૂપયોગ, ગેરમાર્ગે દોરનારા વોટ્‌સએપના બનાવટી સમાચારો બધાને રોકવામાં નિષ્ફળ રહ્યું છે. ચૂંટણી પ્રચાર ચાલુ રહેવા દરમિયાન ચૂંટણી પંચ પાસે કેટલીક આચારસંહિતા ભંગની ફરિયાદો આવે છે પણ એ ફકત એમને નોટિસો મોકલી સંતુષ્ટિ માને છે. આગળ કંઈ કરી શકતો નથી. ચૂંટણીમાં કોઈપક્ષ કેટલો ખર્ચ કરવો એની કાયદા હેઠળ કોઈ મર્યાદા નથી. પણ ચૂંટણી પંચ ઉમેદવારો ઉપર મર્યાદા રાખે છે કે ઉમેદવારે અમુક રકમથી વધુ ખર્ચ કરવું નહીં. કર્ણાટક માટે પંચે ર૮ લાખ નિર્ધારિત કર્યા છે પણ એની વિરૂદ્ધ ઉમેદવારો ૮ કરોડથી લઈ ર૪ કરોડનો ખર્ચ કરશે અને તેમ છતાંય ચૂંટણી પંચ કઈ કરી શકશે નહીં.

બનાવટી મતદાર ઓળખપત્ર વિવાદ : ભાજપાએ કોંગ્રેસ ઉપર
આક્ષેપો કર્યા, ફલેટ માલિક કહે છે અમે ભાજપા સાથે

(એજન્સી) તા.૯
પોલીસે રાજેશ્વરી નગર મતવિસ્તારમાં આવેલ એક ફલેટમાંથી ૧૦ હજાર બનાવટી મતદાર ઓળખપત્રો કબજે કર્યા છે. આ ઘટના પછી ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એકબીજા ઉપર આક્ષેપો મૂકી રહ્યા છે. ફલેટની માલકણ કહે છે અમે ભાજપ સાથે સંબંધ ધરાવીએ છીએ. કોંગ્રેસે આક્ષેપો મૂકયા છે કે ફલેટની માલકણ ભાજપા સાથે સંબંધ ધરાવે છે. એનો પુત્ર રાકેશ કોર્પોરેશનની ચૂંટણીઓ ભાજપની ટિકિટ ઉપરથી લડ્યો હતો. જો કે ફલેટ માલકણ મંજુલા નાંજમારીએ દાવો કર્યો છે કે આ મિલકત ભાજપાના સમર્થક રાકેશે ભાડે આપી ન હતી. બીજી બાજુ ભાજપા રાજા રાજેશ્વરી નગર મત વિસ્તારની ચૂંટણીઓ રદ કરાવવા માગણી કરી રહ્યો છે પણ ચૂંટણી પંચે માગણી સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે.

કોંગ્રેસે આક્ષેપો કર્યા કે ફલેટ ભાજપ નેતા રાકેશને ભાડે અપાયો હતો જે ફલેટ માલકણ, ભાજપ નેતાનો સગો છે

(એજન્સી) તા.૯
જે ફલેટમાંથી બનાવટી મતદાર ઓળખપત્રો મળી આવ્યા હતા એ ફલેટ ભાજપ નેતા મંજુલા નાંજમારીની માલિકીનો છે. એમણે કહ્યું કે આ ફલેટ ભાડે અપાયો હતો પણ રાકેશને નહીં જેના માટે કોંગ્રેસ આક્ષેપો મૂકી રહી છે. કોંગ્રેસે આક્ષેપો કર્યા છે કે આ ફલેટ ભાજપ નેતા રાકેશને ભાડે અપાયો હતો જે મંજુલાનો સગો છે. મંજુલાના પુત્ર શ્રીધરે કહ્યું કે, રાકેશનો આ ફલેટ સાથે કોઈ સંબંધ નથી. એ મારો કઝિન છે પણ પણ જે સમાચારો ફેલાયા છે કે મારા સંબંધો કોંગ્રેસ સાથે છે તે ખોટા છે. આ પહેલાં રાકેશે એ ફલેટમાં પોતે રહેવા બાબત ઈન્કાર કર્યું હતું. મંજુલાએ પણ કહ્યું કે ફલેટ રાકેશને ભાડે અપાયો ન હતો આ ફલેટ રંગારાજુ અને રેખાને ભાડે અપાયો હતો. ફલેટ પમી એપ્રિલે ભાડે અપાયો હતો એ લોકો ઓફિસનો સામાન મૂકવા માંગતા હતા.

હારના ભયથી કોંગ્રેસ ગેરરીતિઓ આચરી બનાવટી મતદાર ઓળખ પત્રો બનાવી રહી છે : ચિકમગલુરમાં મોદીના આક્ષેપો

(એજન્સી) તા.૯
બનાવટી મતદાર ઓળખપત્રો બાબત વડાપ્રધાન મોદીએ ચિકમગલુરમાં સંબોધન કરતાં કહ્યું કે કોંગ્રેસ હવે ચૂંટણીઓ જીતવા બનાવટી મતદાર ઓળખપત્રોનો ઉપયોગ કરવા ઈચ્છે છે. લોકો કોંગ્રેસને કયારે માફ કરશે નહીં. ચૂંટણીમાં હારના ભયથી આ પ્રકારની ગેરરીતિઓ આચરી રહી છે. અમિત શાહે પણ કહ્યું કર્ણાટકમાં ભાજપને ઘણુ જ સમર્થન મળશે. ભાજપ જીતશે અને સરકાર બનાવશે. શાહે કહ્યું કોંગ્રેસ બનાવટી મતદાર ઓળખપત્રો દ્વારા વિજય મેળવવા ઈચ્છે છે જે એમની મેલીમુરાદ કયારે પણ પૂરી થશે નહીં.

ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્રએ કહ્યું : જાવડેકર જૂઠું બોલે છે, કોંગ્રેસે HRD મંત્રીનું રાજીનામું માંગ્યું

(એજન્સી) તા.૯
બનાવટી મતદાર ઓળખપત્રો મળી આવતા હોબાળો વધતો જાય છે. ભાજપના પૂર્વ કાઉન્સિલર શ્રીધરે જણાવ્યું કે, જાવડેકર એમની ઉપર ખોટા આક્ષેપો મૂકી રહ્યા છે કે મારી માતા કોંગ્રેસની સભ્ય હતી. એમણે કહ્યું કે મારી માતા મંજુલા હજુ પણ ભાજપની સભ્ય છે અને ક્યારે પણ કોંગ્રેસ સાથે જોડાઈ ન હતી. એમણે જાવડેકરને પડકારતા કહ્યું કે, તમારી પાસે કોઈ પુરાવા હોય તો રજૂ કરો, કે મંજુલાએ કોંગ્રેસ પક્ષ સાથે જોડાણ કર્યું હતું. એ ભાજપના ઉમેદવાર માટે હમણાં પ્રચાર નથી કરતી કારણ કે એમની તબિયત સારી નથી. શ્રીધરના કઝિને આક્ષેપો કર્યા કે મંજુલાએ ભાજપ છોડી દીધી છે અને કોંગ્રેસના ઉમેદવાર માટે પ્રચાર કરતી હતી. શ્રીધરે કહ્યું કે મને પુરાવાઓ બતાવો. આ સંવાદ પછી કોંગ્રેસના નેતાઓએ પ્રકાશ જાવડેકર ઉપર હુમલો કરતા એમનું રાજીનામું માગ્યું.

કર્ણાટક ચૂંટણીઓ જીતવા માટે કોંગ્રેસ બનાવટી મતદાર ઓળખપત્રોનો ઉપયોગ કરી રહી છે : અમિત શાહ

(એજન્સી) તા.૯
ભાજપાએ રાજ રાજેશ્વરીનગર મત વિસ્તાર જ્યાંથી બનાવટી મતદાર ઓળખપત્રો મળી આવ્યા હતા. એ વિસ્તારની ચૂંટણીઓ રદ કરવાની માગણી કરી છે. વડાપ્રધાન મોદીએ બુધવારે પ્રશ્ન કર્યો કે કોંગ્રેસને બનાવટી મતદાર ઓળખપત્રો બનાવવાની શું જરૂર પડી. બેલાગવીમાં જાહેરસભામાં મોદીએ પ્રશ્ન કર્યો. કોંગ્રેસ બનાવટી મતદાર ઓળખપત્રો કેમ બનાવી રહી છે ? કર્ણાટકમાં કોંગ્રેસ શું કરવા ઈચ્છે છે ? આ પહેલાં અમિત શાહે પણ કોંગ્રેસ સામે બનાવટી મતદાર ઓળખપત્રો બાબત આક્ષેપો કરતા કહ્યું હતું કે કોંગ્રેસ બનાવટી મતદાર ઓળખપત્રોના આધારે ચૂંટણીઓ જીતવા પ્રયાસો કરી રહી છે. અમિત શાહે કહ્યું કોંગ્રેસ પાર્ટીને પોતાની ઉપર શરમ આવવી જોઈએ. એમના પક્ષમાં વધુ બનાવટી છે, ગરીબો માટેના બનાવટી આંસુઓ, એમના વિકાસના ખોટા દાવાઓ સામાજિક ન્યાય માટેના ખોટા દાવાઓ, બધું જ બનાવટી છે અને હવે તો બનાવટી મતદાર ઓળખપત્રો પણ બનાવવા લાગ્યા છે.