સુરત,તા.૬
પોલીસની ખોટી ઓળખાણ આપીને સુરતના એક યુવકને ઈંડા ખાવાનું ભારે પડ્યું હતું. સુરતના સરથાણા વિસ્તારમાં એક યુવક પોતે સરથાણા ડિ-સ્ટાફમાં ફરજ બજાવે છે, તેવું કહીને લારીગલ્લાવાળાઓ પર રોફ જમાવતો હતો અને તેમની પાસેથી માલ-સામાન કે ખાવાની વસ્તુ લઈને પૈસાની ચુકવણી કરતો ન હતો. આ ઘટની જાણ સરથાણા પોલીસને થતા પોલીસે આ ઇસમ પર વોચ ગોઠવી હતી અને જ્યારે એ ઇસમ ઈંડાની લારી પર ઈંડા ખાવા આવ્યો ત્યારે પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.
સરથાણા પોલીસ દ્વારા આ યુવકની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે પોલીસના નામે દાદાગીરી કરનાર ઇસમનું નામ ધર્મેશ કનુભાઈ ડોબરિયા છે. ખાવાના કે અન્ય વસ્તુના પૈસા દુકાનદારને આપવા પડે નહિ તે માટે તેની પત્ની વરાછા પોલીસ મથકમાં છઝ્રઁ છે અને પોતે સરથાણા પોલીસ મથકમાં ડિ-સ્ટાફમાં નોકરી કરે છે. તેવું જણાવતો હતો અને વસ્તુના પૈસા ચૂકવ્યા વગર ફ્રીમાં જ વસ્તુ લઈ જતો હતો.