Gujarat

સુરત એસઓજીએ નકલી પીએસઆઈને ઝડપી પાડ્યો

(સંવાદદાતા દ્વારા) સુરત તા.૨૫
એસઓજી પોલીસને મળેલી બાતમીના આધારે ઉધના દરવાજા પાસેથી એક ડુપ્લીકેટ પીએસઆઇને ઝડપી પાડ્યા હતા. આ યુવકને પોલીસ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરવાનો શોખ હતો, તેથી તેને દુકાનમાંથી યુનિફોર્મ ખરીદી કરી પહેરીનો ફરતો હોવાનું જાણવા મળે છે.
સુરત શહેર એસઓજી શાખા દ્વારા મળતી માહિતી મુજબ ઉધના દરવાજા પાસે ડુપ્લીકેટ પીએસઆઈ ફરતો હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી પરસોત્તમ ધનજી લહેરી (પટેલ) રહે ૫/૩૪ બેઠી કોલોની ઉધના દરવાજા (મૂળ રહે. જૂના સાવરગામ તા. સાવરકુંડલા, જી. અમરેલી)ને ઝડપી લીધો હતો. પરષોત્તમ લહેરીની પ્રાથમિક પૂછપરછ કરતા તેને પોલીસ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરવાનો શોખ હોય તેણે આ યુનિફોર્મ દુકાનમાં ખરીદી કરી પહેરી બાદ નીકળતો હતો જેથી લોકો તેને પીએસઆઈ સમજે એસઓજીએ તેણી પાસેથી પીએસઆઈનો યુનિફોર્મ, ૨ મોબાઈલ ફોન, પીએસઆઈના ડ્રેસ પહેરે ફોટાવાળુ નેશનલ ડીફેન્સ ઓર્ગેનાઈઝેશન ગુજરાત સ્ટેટનું આઈકાર્ડ, ઓલ ઈન્ડિયા કરપ્સન એન્ડ હ્નામન રાઈટ કાઉન્સિલનું આઈકાર્ડ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.