(એજન્સી) તા.ર૮
લિબિયાની રાજધાની ત્રિપોલીમાં નાણાકીય કટોકટી, મોંઘવારી અને હિંસક ઝડપની ઘટનાએ પવિત્ર રમઝાન માસની મજામાં થોડીક ખલેલ પહોંચાડી હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. ઉત્તર આફ્રિકા અને લિબિયામાં માત્ર ૧૦ દિનાર જેટલી નાની રકમ મેળવવા માટે લોકો બેન્કની બહાર લાઈન લગાવીને ઊભા રહી રહ્યાં છે. આટલી બધી વિપરીત પરિસ્થિતિ હોવા છતાં નાની કરિયાણાની દુકાન પર ભારે ભીડ જોવા મળી હતી.
નાણાકીય કટોકટીને લીધે લોકોને આ વર્ષે ખરીદી કરવામાં થોડો વિચાર કરવો પડયો હતો. પવિત્ર રમઝાન માસ દરમ્યાન વિશ્વભરના મુસ્લિમ સમુદાયના લોકો રોજા રાખે છે. સાંજે સુર્યાસ્ત સમયે તેઓ રોજો છોડે છે જ્યારે વહેલી સવારે સહેરી કરે છે. સ્થાનિક ગૃહિણી મરિયમે જણાવ્યું કે ત્રણ કિલો બદામ ખરીદવાની જગ્યાએ જરૂરિયાત પ્રમાણે વસ્તું લઈ રહી છું. લિબિયામાં દરેક વસ્તુઓના ભાવ ત્રણ થી ચાર ગણા વધી ગયા હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યાં છે.
લિબિયન લોકો વિચારીને પૈસા ખર્ચી રહ્યાં છે. અગાઊની જેમ લોકો મોટી સંખ્યામાં ખરીદી કરી શકતા નથી. કોઈપણ વસ્તું ખરીદી કરતા દિનાર ઓછા થઈ રહ્યાં છે. ઘણા મહિનાઓથી અમને પૈસા ચુકવવામાં આવ્યા નથી અને બેંકમાં પણ પૈસા નથી. તેમ છતાં લોકો રમઝાનની જરૂરિયાતની વસ્તુઓ ખરીદી કરી રહ્યાં છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે અમે કટોકટી હેટળ જીવી રહ્યાં છે. પૈસા મેળવવા માટે બેંકની લાંબી લાઈનમાં ઊભું રહેવું પડે છે. નાણાકીય અભાવને લીધે લોકો ચેક અને કાર્ડ સ્વીકારતા નથી. ૨૦૧૧માં ગદાફીની હકાંલપટી બાદ લિબિયા અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. શુક્રવારે સંયુકત રાષ્ટ્રના દળ અને આંતકીઓ વચ્ચે હિંસક ઝડપની ઘટનાઓ બની હતી, જેમાં ૨૮ લોકો માર્યા ગયા હતા. રમઝાનમાં લોકોને હિંસાની ભેટ મળી રહી છે એવો ટોળો લોકોએ માર્યો હતો. કટોકટીના આવા સમયમાં ત્રિપોલીના લોકો એક બીજાને મદદ કરી રહ્યાં છે. સોશયલ મીડિયાના માધ્યમથી કેટલાક લોકોને ખાવાનું મેળવવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જ્યારે પાડોશી ભુખ્યા હોય ત્યારે ઈબાદતની ખાસ મજા રહેતી નથી. એમ સમીર ફય્યાદે જણાવ્યું હતું. આર્થિક કટોકટીના સમયમાં સેન્ટ્રલ બેંકે રમઝાન માસ માટે ખોરાક પર ૫૫૦ મિલિયનની મદદ કરી છે.
Recent Comments