આમ તો માનવીને સૃષ્ટિ પરનો સૌથી સમજદાર-બુદ્ધિશાળી જીવ કહેવાય છે. પરંતુ આ સૌથી સમજદાર જીવ જ એવી નાદાનીનું પ્રદર્શન કરે છે કે પોતાના જ ભાઈઓના જીવ લેતા અચકાતો નથી. સૌથી વધારે સમજદાર થઈને સૌથી વધારે નાસમજીનું પ્રદર્શન કરનાર માનવીઓની આંખો ખોલી દેતી કેટલીક તસવીરો અત્રે આપી રહ્યા છીએ. જેમાં એક જ જાતિના પશુઓ નહીં પણ જુદી જુદી જાતિના પશુઓ જબરદસ્ત સમજદારીનું પ્રદર્શન કરી દોસ્તી નિભાવી રહ્યા છે. તમે કયારેય સિંહને સિંહે કે ચિત્તાને ચિત્તાએ મારી નાખ્યો હોય એવું સાંભળ્યું છે ? નહીં ને ? પરંતુ માનવી માનવીને મારી નાખે છે. ત્યારે માનવીની માનવતા પર શરમ આવે છે પ્રસ્તુત તસવીરમાં દરિયાની સૌથી રમતિયાળ અને સમજદાર ગણાવતી માછલી અને વફાદાર પ્રાણી મનાતા કૂતરા વચ્ચેનો સ્નેહ ભરદરિયામાં નીતરી રહ્યો છે. વાસ્તવમાં માછલી એ કૂતરાનો પ્રિય ખોરાક છે પણ તમે જુઓ કે જો આ શ્વાનની જગ્યાએ કોઈ સ્વાર્થી મનુષ્ય હોત તો તેણે ડોલ્ફિનને કયારનીયે હતી નહતી કરી નાખી હોત અને બીજી તરફ ડોલ્ફિનને પણ આ શ્વાનો પર એટલો ભરોસો છે કે પોતાની ફિકર કર્યા વિના નિર્દોષ ભાવે મસ્તી કરી છે…!!! આ તસવીરો પરથી મનુષ્ય કંઈ શીખે તો સારું….!